જામનગર અને નવસારીમાં ધોધમાર વરસાદ, ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો

જામનગર અને નવસારીમાં ધોધમાર વરસાદ, ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે વધુ છ ઈંચ સુધી મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. .જામનગર શહેરમાં પણ તોફાની પવન સાથેના એક કલાક ખાબકેલા વરસાદમાં 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જામનગરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા.

જામનગરના લાલપુરમાં પણ ભારે વરસાદના કારણે ઢાંઢર નદીમાં પૂરની સ્થિતિ પેદા થઇ હતી. નદીમાં પૂર આવતા નદી કાંઠે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા હતા. નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતાં.

જામજોધપુરમાં 3 ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ, લાલપુર અને કાલાવડમાં દોઢ ઈંચ વરસાદથી સર્વત્ર પાણીફરી વળ્યા હતા. બીજી તરફ  કેશોદમાં 3 ઈંચ,વાંકાનેર, અને ચોરવાડમાં 2 ઈંચ, ખંભાળિયા, ભાણવડ, લાલપુર કાલાવડ, માંગરોળ, વેરાવળમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. માણાવદર પંથકમાં ચારથી છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ચીખલીમાં સાડા 3 ઈંચ, નવસારીમાં અઢી ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ગણદેવીમાં વેગણિયા ખાડીના જળસ્તરમાં વધારો થયો છે. ખાડીમાં પાણીનું જળસ્તર વધતા લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘમહેરને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડનામાં ભારે વરસાદના કારણે કબરકા ડેમ ઓવરફ્લો થયો હતો. કબરકા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. શનિવારે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે ભાણવડનો કબરકા ડેમ ઓવરફ્લો થયો હતો.  સિઝનમાં પ્રથમ વખત કબરકા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી.

from gujarat https://ift.tt/36PSX5H

0 Response to "જામનગર અને નવસારીમાં ધોધમાર વરસાદ, ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel