બાલાસિનોર તાલુકામાં 37 સાથે જિલ્લામાં કોરોનાના 210 પોઝિટિવ કેસ નોંધાયા
બાલાસિનોર
મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાના ૧૮ સ્ત્રી અને ૧૯ પુરૂષના કડાણા તાલુકાના ૧૧ સ્ત્રી, ૨૧ પુરૂષના ખાનપુર તાલુકાના-૧૪ સ્ત્રીના, ૧૫ પુરૂષના, લુણાવાડા તાલુકાના-૧૭ સ્ત્રીના અને ૨૯ પુરૂષના સંતરામપુર તાલુકાના-૨૪ સ્ત્રીના, ૨૨ પુરૂષના અને વિરપુર તાલુકાના ૭ સ્ત્રીના, ૧૩ પુરૂષના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૬-૫-૨૦૨૧ના સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં ૫૩૮૦ કેસ પોઝીટીવ નોંધાયા છે. આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓપૈકી બાલાસિનોર તાલુકાની-૮ સ્ત્રી, ૧૩ પુરૂષ, કડાણા તાલુકાની-૯ સ્ત્રી, ૧૭ પુરૂષ, ખાનપુર તાલુકાની-૬ સ્ત્રી, ૧૦ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૧૮ સ્ત્રી, ૧૬ પુરૂષ, સંતરામપુર તાલુકાની-૧૨ સ્ત્રી, ૨૦ પુરૂષ અને વિરપુર તાલુકાની ૬ સ્ત્રી, ૧૮ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૭૮૩ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨૧ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૪૮ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૬૯ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લુ/ કોરોનાના કુલ ૨૧૧૧૩૩ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૫૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eqp40I
0 Response to "બાલાસિનોર તાલુકામાં 37 સાથે જિલ્લામાં કોરોનાના 210 પોઝિટિવ કેસ નોંધાયા"
Post a Comment