
ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 183 કેસ : નડિયાદમાં આઠ લોકોનાં મોત
- નડિયાદ શહેર-તાલુકામાં ૧૩૧, મહેમદાવાદમાં ૧૫, કઠલાલમાં ૧૨, મહુધામાં ૭, વસોમાં ૭, કપડવંજ અને માતરમાં ૪-૪ કેસ
નડિયાદના કોવિડ સ્મશાનમાં ગુરુવારે ૮ અગ્નિસંસ્કાર થયા હોવાનું જાણવા મળે છે, તે સાથે મે મહિનામાં ૬૮ અગ્નિસંસ્કારો નોંધાયા છે. કોરોનાના વધતા કહેર સામે જિલ્લા કલેક્ટરેનવું જાહેરનામું બહાર પાડીને સમગ્ર જિલ્લામાં મિનિલોકડાઉન અમલમાં મૂકી દીધું છે. જિલ્લામાં આવશ્યક સિવાયની હવે મોટાભાગની પ્રવૃત્તિઓ ૧૨ મે સુધી બંધ રાખવાનું જાહેરનામામાં જણાવાયું છે. નડિયાદના રાત્રી કરફ્યુને પણ લંબાવીને ૧૨ મે સુધી કરવામાં આવ્યો છે.
ગુુરુવારે સાંજે સરકાર તરફથી જાહેર થયેલી સત્તાવાર કોરોના યાદી મુજબ જિલ્લાનો કુલ કોરોનાઆંક ૭૩૨૩ પર પહોંચ્યો છે. ગુરુવાર ૬ઠ્ઠી મેના રોજ નોંધાયેલા ૧૮૩ કેસોમાંથી ૧૩૧ કેસો નડિયાદમાં, જ્યારે મહેમદાવાદ તાલુકામાં ૧૫, કઠલાલમાં ૧૨, મહુધામાં ૭, વસોમાં ૭, કપડવંજમાં ૪, માતરમાં ૪, ખેડામાં બે અને ઠાસરામાં એક કેસ નોંધાયો છે. આ સાથે મે મહિનાના છ દિવસમાં જિલ્લામાં કુલ ૧૦૬૧ જેટલા કોરોના કેસો પોઝિટિવ આવી ગયા છે.
સરકારી યાદી પ્રમાણે ગુરુવાર સાંજ સુધી ૧૦૬૩ દર્દી સારવાર હેઠળ છે, તેમાંથી ૬૨૪ની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવાયું છે, જ્યારે ઉપર ૪૦૭ દર્દીઓ ઓક્જિન હેઠળ સારવાર લઈ રહ્યા છે. ઉપરાંત ૩૨ દર્દી વેન્ટિલેટર-બાયપેપ ઉપર છે. જ્યારે ૨૯૯ દર્દીની સારવાર હોમ આઈસોલેશનમાં થઈ રહી છે. ગુરુવાર સાંજ સુધી જિલ્લામાં ટેસ્ટિંગ માટે લેવાયેલા સેમ્પલોમાંથી ૧૧૯૩ જેટલા સેમ્પલના રિઝલ્ટ હજી પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. જિલ્લામાં રસીકરણ પ્રારંભ કરાયાને ચાર મહિના કરતાં વધુ સમય વીતી ગયા બાદ તમામ લોકોને મળીને ૪ લાખ જેટલા નાગરિકોને રસી આપી દેવામાં આવી છે. ગુરુવારના રોજ જિલ્લામાં ૩૫૦૦ કરતાં વધારે નાગરિકોને રસી આપવામાં આવી હતી.
જિલ્લામાં ૪૦૦૦થી વધુ આરોગ્યકર્મી ખડેપગે
ખેડા જિલ્લામાં કોરોના મહામારી સામે બાથ ભીડવા આરોગ્ય વિભાગના ચાર હજારથી વધારે કર્મચારીઓ એક પણ દિવસ રજા વગર કામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, પેટાજિલ્લા હોસ્પિટલ સહિત જુદી જુદી ૭૧ જેટલી જાહેર સંસ્થાઓમાં ફરજ બજાવતા ૪૦૫૨ જેટલા આરોગ્ય કર્મચારીઓ આ કપરા સમયમાં ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાની ૭૧ જેટલી જાહેર સંસ્થાઓમાં સીડીએચઓ, સીડીએમઓ, ટીએચઓ, એમઓ, સુપ્રિટેન્ડેન્ટ સ્ટાફ, નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, સુપરવાઈઝર, આશાવર્કર અને વહીવટી કર્મચારીઓ હાલમાં કોરોનાને મ્હાત આપવા લડી રહ્યા હોવાનું જાણવા મળે છે.
સમગ્ર જિલ્લામાં ૬થી ૧૨ મે સુધી મિનિ લોકડાઉન
તમામ શૈક્ષણિક સંસ્થાઓ, થીયેટરો, ઓડિટોરિયમ, વોટરપાર્ક, બાગ-બગીચા, સલૂન, બ્યુટી પાર્લર, જીમ, સ્વીમિંગ પુલ સહિતના મનોરંજન માટેનાં સ્થળો સંપૂર્ણ બંધ રહેશે.ખેતબજારોમાં માત્ર શાકભાજી-ફળફળાદીનું ખરીદ-વેચાણ થઈ શકશે. તમામ ધાર્મિક-રાજકીય મેળાવડા પર પ્રતિબંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. ધાર્મિક સ્થાના જાહેર જનતા માટે બંધ રહેશે. બેન્કો, ફાઈનાન્સ અને ઈન્શ્યોરન્સ કંપનીઓમાં પચાસ ટકા સ્ટાફ સાથે કામ કરવાનું રહેશે. લગ્ન ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ મહત્તમ ૫૦ લોકો સાથે યોજી શકાશે. અંતિમક્રિયા માટે મહત્તમ ૨૦ લોકોને મંજૂરી આપવામાં આવી છે. હુકમનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નડિયાદ શહેરમાં રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. આગામી ૧૨-૫-૨૧ સુધી રાતે
Baca Juga
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b8yHie
0 Response to "ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 183 કેસ : નડિયાદમાં આઠ લોકોનાં મોત"
Post a Comment