
જુનાગઢ શહેરમાં 65 સહિત જિલ્લામાં 113 લોકોને કોરોના
- માણાવદરમાં કોરોનાથી એક દર્દીનું મોત
- જુનાગઢના ધારાસભ્ય સંક્રમીત થતા થયા હોમ આઈસોલેશન
જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં આજે કોરોનાના કેસ સદી વટાવી ગયા હતા. શહેરમાં ૬૫ સહિત જિલ્લામાં ૧૧૩ લકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે માણાવદરમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. જુનાગઢના ધારાસભ્ય પણ કોરોના સંક્રમીત થતા તેઓ હોમ આઈસોલેશન થયા હતા.
જુનાગઢ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું છે. આજે તો જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સદી વટાવી ગઈ હતી. આજે જુનાગઢ શહેરમાં ૬૫, કેશોદમાં ૧૦, માણાવદરમાં ૯, માળીયા અને માંગરોળમાં ૬-૬, વિસાવદરમાં ૫, વંથલી તથા જુનાગઢ ગ્રામ્યમાં ૪, ૪ અને ભેંસાણ તથા મેંદરડામાં ર-ર, મળી કુલ ૧૧૩ લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આજે માણાવદરમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું.
જયારે ૪૧ લોકો ડિસ્ચાર્જ થયા હતા. ગઈકાલે જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષીનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઈસોલેશન થયા હતા.
0 Response to "જુનાગઢ શહેરમાં 65 સહિત જિલ્લામાં 113 લોકોને કોરોના"
Post a Comment