સાયલા સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં કોરોના ટેસ્ટિંગ થતા લોકોમાં રોષ
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધ્યું છે અને દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાયલા સરકારી હોસ્પીટલ ખાતે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ટેસ્ટીંગની કામગીરી ખુલ્લામાં કરવામાં આવતાં અનેક દર્દીઓને હાલાકી પડી રહી છે અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા ખાતે આવેલ સરકારી હોસ્પીટલના વિશાળ બિલ્ડીંગમાં જગ્યા હોવા છતાં હાલ કોરોનાની મહામારીમાં સાયલા બ્લોક હેલ્થ ઓફીસ દ્વારા ભરઉનાળે અંદાજે ૪૦ ડીગ્રી જેટલા તાપમાનમાં ખુલ્લામાં કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે અને ટેસ્ટીંગ કરવા આવતાં લોકો સહિત પરિવારજનોને પણ હાલાકી પડી રહી છે જ્યારે બીજી બાજુ અંદાજે ૫૦ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં જે પૈકી મોટાભાગના લોકો પોઝીટીવ આવતાં તંત્ર સહિત લોકોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સાયલા તાલુકામાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે જેને ધ્યાને લઈ લોકો રક્ષણ મેળવવા મોટાપ્રમાણમાં ટેસ્ટીંગ કરવા આવે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આમ રસીકરણથી લઈ તમામ પ્રકારની આરોગ્યની કામગીરીમાં સાયલા તાલુકામાં નિરસતા જોવા મળી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3decq41
0 Response to "સાયલા સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં કોરોના ટેસ્ટિંગ થતા લોકોમાં રોષ"
Post a Comment