ધો.૧૦ના વિદ્યાર્થીઓના LCમાં હવે માસ પ્રમોશન નહી લખાય પણ આ શબ્દ લખાશે, જાણો વિગતે

ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે. ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય બદલ્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સીમાં હવે માસ પ્રમોશન નહી લખાય અને તેના બદલે માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવા શબ્દો લખાશે.

કોરોનાને પગલે ધો.૧૦ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે રેગ્યુલર ૮ લાખ ૩૭ હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે. માસ પ્રમોશનમાં માર્કસની ગણતરી અને પરિણામની પદ્ધતિ માટેના નિયમો સાથેની પોલીસી જાહેર કરતા બોર્ડે ગઈ ત્રીજી જુને જાહેર કરેલા નિયમોમાં એલસી આપતા રીમાર્કસના ખાનામાં ધોરણ ૧૦ની પરીક્ષા માસ પ્રમોશનથી જાહેર થયેલ છે તેમ લખવાનું રહેશે તેવી સૂચના આપી હતી.

ધો.૧૦ બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.૧૧મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે. આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય બદલ્યો છે.

સરકારની મંજૂરીથી બોર્ડે આ મુદ્દે તમામ ડીઈઓને નવો પરિપત્ર કરી ખાસ સૂચના આપી છે કે હવે લિવિંગ સર્ટિફિકેટ-એલ.સીમાં રીમાર્કસના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવુ દર્શાવવાનું રહેશે. જ્યારે શાળા છોડયાના પ્રમાણપત્રમાં શાળા છોડયાની તારીખ ૩૧-૫-૨૦૨૧ દર્શાવવાની રહેશે.

નોંધનીય છે કે, માર્ચ ૨૦૨૧ માં લેવાનારી ધોરણ ૧૦ ની પરીક્ષાઓ કોરોનાની મહામારી ના કારણે લઈ શકાય તેવી સ્થિતિ ન હોવાથી ભારત સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકારે ધોરણ ૧૦ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.

વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા સાંસદ, માસ પ્રમોશન અંગે શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત

<a href="https://ift.tt/3cuJrZh Mass Pramotion : ધો-12ની માર્કશીટ બનાવવામાં મોટું વિઘ્ન? શાળા સંચાલકોએ સરકારને શું લખ્યો પત્ર?

from gujarat https://ift.tt/3g8Tbua
from gujarat https://ift.tt/3g8Tbua
0 Response to "ધો.૧૦ના વિદ્યાર્થીઓના LCમાં હવે માસ પ્રમોશન નહી લખાય પણ આ શબ્દ લખાશે, જાણો વિગતે"
Post a Comment