ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોરોના રસી લેવા પર થશે ફાયદો, મળશે 5 માર્ક્સ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જે વિદ્યાર્થીએ કોરોનાની રસી લઈ લીધે હશે તેને ઈન્ટરનર્લમાં પાંચ માર્કસ આપવાની હાલ વિચારણા ચાલી રહી છે. યુનિવર્સિટી આવા નિર્ણયની વિચારણા કરી રહી છે. જોકે આગામી દિવસોમાં યુનિવર્સિટીની સિંડીકેટની બેઠક મળશે જેમાં નિર્ણય લેવાઈ શકે છે.

રસીકરણનો રાષ્ટ્રીય કાર્યક્રમ હોવાથી રસીકરણને પ્રોત્સાહન આપવા ઈન્ટરનલ માર્કસ આપવાનો નિર્ણય લેવાઈ શકે છે. સામાન્ય રીતે યુનિવર્સિટી વિદ્યાર્થીઓની હાજરી, વર્તણૂંક, NCC કે NSS જેવી પ્રવૃતિમાં ભાગ લીધો હોય કે સ્પોર્ટસ ક્ષેત્રે કોઈ સિદ્ધી પ્રાપ્ત કરી હોય તો તેના ઈંટરનલ માર્કસ આપવામાં આવે છે. પરંતું કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ઈટરનલમાં પાંચ માર્કસ રસીના ગણવા હાલ વિચારણા ચાલી રહી છે.

આ સાથે જ સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં વેક્સીનેશનની ઝડપ વધારવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે. વેક્સીન અંગે ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં જાગૃતતા આવે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને મેદાને ઉતારવામાં આવશે. વેક્સીનેશન ઝડપી થાય અને ત્રીજી લહેરમાં મોટાભાગનાં લોકો વેક્સીન લઇને સુરક્ષીત થાય તે માટે 18 વર્ષ કરતા મોટી ઉંમરનાં વિદ્યાર્થીઓને વેક્સીન લેવા અપિલ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ પોતાનાં પરિવારજનોને અને પાડોશીને વેક્સીન લેવા માટે સમજાવશે. ખોટી ગેરમાન્યતા અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ લોકોને સમજાવશે.

ગુજરાતમાં કોરોના કેસ

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના ગઈકાલે એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દગઈકાલે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા છે.

from gujarat https://ift.tt/3pCb6Nb
from gujarat https://ift.tt/3pCb6Nb
0 Response to "ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોરોના રસી લેવા પર થશે ફાયદો, મળશે 5 માર્ક્સ"
Post a Comment