ગુજરાત ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યાથી ખળભળાટ, કોણે કરી હત્યા?

ગુજરાત ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યાથી ખળભળાટ, કોણે કરી હત્યા?

લુણાવાડાઃ ગુજરાત ભાજપના નેતા અને તેની પત્નીની હત્યા થઈ જતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જીલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા કરવામાં આવી છે. ત્રિભોવનભાઈ પંચાલ અને તેમની પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચ્યાં છે. પંચાલ સમાજના આગેવાન અને  જીલ્લા ભાજપના અગ્રણીની હત્યા થઈ છે. લુણાવાડાના પાલ્લા ગામની ઘટના છે. લુણાવાડા પોલીસ અને ધારા સભ્ય જીજ્ઞેશભાઈ સેવક ઘટના સ્થળે પહોંચ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાજપના નેતાની હત્યા કરી નાંખવામાં આવી છે. તેમની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી છે. જ્યારે તેમના પત્નીની ઘરમાં હત્યા કરાયેલી લાશ મળી આવી છે. તેમના પત્નીની પણ લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવી છે. ધારાસભ્ય સેવકે જણાવ્યું હતું કે, લગભગ સવારે 8.30 વાગ્યે માહિતી મળી હતી. ગુનેગારોને સજા થાય તેવો પ્રયત્ન કરીશું. આ ઘટના અમારા માટે ખૂબ જ દુઃખદ છે.

કોંગ્રેસના ટોચના નેતા ભરતસિંહના પત્નિ રેશ્મા સાથેના વિવાદમાં હવે ‘મનિષા’ની એન્ટ્રી, જાણો રેશ્માએ શું કર્યો આક્ષેપ ?

વડોદરા : કોંગ્રેસના વરિષ્ઠ  નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી વધુ એક વિવાદમાં ફસાયા છે. ભરતસિંહ અને તેમનાં પત્ની રેશ્મા વચ્ચેના વિવાદમાં  રેશ્મા ભરતસિંહ સોલંકીએ ફરી જાહેર નોટિસ આપી છે. આ નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરતસિંહ સોલંકીએ મનીષા નામની યુવતી અને અન્ય કેટલીક વ્યક્તિના ખાતામાં ૩ લાખ ડોલર ટ્રાન્સફર કરી દીધા છે.

રેશ્મા ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસમાં આક્ષેપ કર્યો છે કે,  ભરતસિંહ તથા મારા નામે ભારતમાં અને અમેરિકામાં અનેક મિલકતો આવેલી છે. ભરતસિંહ સોલંકી સાથે વિવાદ થયા બાદ બોરસદ ખાતેના ઘરમાંથી મને કાઢી મૂકવામાં આવી હતી. મને મારા જીવનું જોખમ લાગતાં હું અમેરિકા આવી ગઇ છું. બેંક ઓફ અમેરિકામાં મારૂં પર્સનલ અને બિઝનેસ એકાઉન્ટ છે પણ આ એકાઉન્ટમાંથી ભરતસિંહ સોલંકીએ મારી જાણ બહાર મનીષા તથા અન્ય લોકોનાં ખાતામાં ૩ લાખ ડોલર (અંદાજે સવા બે કરોડ રૂપિયા) ટ્રાન્સફર કરી દીધા છે. આ નાણાં પરત નહી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પણ તેણે આપી છે. મનિષા કોણ છે તે સ્પષ્ટતા રેશ્મા દ્વારા કરાઈ નથી.

રેશ્માએ આક્ષેપ કર્યો છે કે, મારા તથા ભરતસિંહના નામે જે સ્થાવર અને જંગમ મિલકતો છે તે મિલકતો કોઇ પણ વ્યક્તિએ સીધી કે આડકતરી રીતે ખરીદવી નહી. આ મિલકતો કોઇએ વેચાણે લીધી હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જુલાઇ મહિનામાં ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશ્મા વિરૃધ્ધ જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી હતી કે, મારી પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી. ચાર વર્ષથી અમે સાથે રહેતાં નથી.  જવાબમાં રેશ્મા ભરતસિંહ સોલંકીએ પણ જાહેર નોટિસ મારફતે ખુલાસો કર્યો હતો કે, ભરતસિંહ કોરોનામાં ખૂબ બિમાર હતા ત્યારે મે તેમની ખૂબ સેવા કરીને તેમને પુનઃજીવન આપ્યુ છે. સાજા થયા બાદ છૂટાછેડા આપવા દબાણ કરી રહ્યા છે અને ઘરમાંથી કાઢી મૂકી છે.

from gujarat https://ift.tt/2VoQuxc

0 Response to "ગુજરાત ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યાથી ખળભળાટ, કોણે કરી હત્યા?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel