Anand : 25 વર્ષીય યુવતી 17 વર્ષીય છોકરાને લઈને ભાગી ગઈ, બંને વચ્ચે બંધાયા શારીરિક સંબંધ ને....

Anand : 25 વર્ષીય યુવતી 17 વર્ષીય છોકરાને લઈને ભાગી ગઈ, બંને વચ્ચે બંધાયા શારીરિક સંબંધ ને....

આણંદઃ આણંદની 25 વર્ષીય યુવતીને 17 વર્ષીય છોકરા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. તેમજ આ છોકરાને પ્રેમજાળમાં ફસાવીને યુવતી ભગાડી ગઈ હતી. જોકે, છોકરાના પરિવારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે મોબાઇલ લોકેશનને આધારે બંનેને સુરતથી ઝડપી પાડ્યા હતા. પોલીસે યુવતી સામે પોક્સે હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાની 25 વર્ષીય યુવતી નર્સરીમાં કામ કરતી હતી, ત્યારે 17 વર્ષીય છોકરાના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. દરમિયાન ગત 1 જૂને લગ્નની લાલચ આપીને છોકરાને ભગાડી ગઈ હતી. યુવતી ઘરેથી 7 હજાર, જ્યારે યુવક ઘરેથી 5 હજાર રૂપિયા લઈને નીકળી ગયો હતો.

તેઓ આણંદથી ભાગીને સુરત આવી ગયા હતા. તેમજ સુરતના વરાછા વિસ્તારમાં ઘર ભાડે રાખીને રહેતા હતા. યુવતી ઘરે જ રહેતી હતી. જ્યારે યુવક એક અઠવાડિયાથી નોકરી પર લાગી ગયો હતો. રૂપિયા બે હજારના ભાડેથી રૂમ રાખી હતી. તેમજ 6 હજાર એડવાન્સ ભાડુ પણ ચૂકવી દેવાયું હતું. આ ભાડું યુવતીએ ચુકવ્યું હતું.

બીજી તરફ છોકરાના પરિવારની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઇલ ફોનની કોલ-ડિટેઇલ અને લોકેશનને આધારે તપાસ કરતાં બંને સુરતના વરાછા ખાતેથી મળી આવ્યા હતા. હાલમાં પોલીસે બંને જણાને પોલીસ નજર હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કેદ રાખ્યાં હતાં.

બંને ભાગ્યાં ત્યારે છોકરાની વય 17 વર્ષ,11 મહિના અને 26 દિવસની હતી. જોકે, અત્યારે છોકરો 18 વર્ષનો થઇ ગયો છે. પોલીસ પૂછપરછમાં છોકરાએ નવ દિવસમાં બે વાર શારીરિક સંબંધ બાધ્યાનું કહ્યું હતું. બીજી તરફ યુવતીએ પણ તે છોકરાને પ્રેમ કરતી હોવાનું જણાવ્યું હતું. તેમજ પ્રેમસંબંધમાં ભાગ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. યુવતીએ બે વર્ષ પહેલા અમદાવાદ ખાતે  લગ્ન કર્યા હતા, પરંતુ બે દિવસ રહ્યા બાદ તે ઘરમાંથી માલ-સામાન લૂંટીને ભાગી ગઈ હતી. એ પછી તેણે એ જ રીતે બીજા લગ્ન પણ કર્યા હતા, જે ટક્યા નહોતા. હવે યુવતી સામે પોક્સો હેઠળ જાતીય સતામણીનો ગુનો નોંધાયો છે.

from gujarat https://ift.tt/3pJTgYu

0 Response to "Anand : 25 વર્ષીય યુવતી 17 વર્ષીય છોકરાને લઈને ભાગી ગઈ, બંને વચ્ચે બંધાયા શારીરિક સંબંધ ને...."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel