Anand : વાવાઝોડાથી મકાનની છત પડતા પિતાનું મોત, શુક્રવારે હતા દીકરીના લગ્ન

Anand : વાવાઝોડાથી મકાનની છત પડતા પિતાનું મોત, શુક્રવારે હતા દીકરીના લગ્ન

આણંદઃ ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. આંકલાવ તાલુકામાં ભારે પવન સાથે વરસતા વરસાદમાં ચમારા ગામના બોરિયા વિસ્તારમાં મકાનની છત તૂટી જતાં પુરુષનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્નીને માથાના ભાગમાં સામાન્ય ઇજા થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો. પરિવાર ઘરમાં રસોઈ બનાવી રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. જોકે, કરુણ દુર્ઘટના એ છે કે, આ વ્યક્તિની દીકરીના શુક્રવારે લગ્ન હતા. પરંતુ પિતાનું જ નિધન થતાં લગ્ન બંધ રાખવા પડ્યા હતા.

ખેતમજૂરી કરતા ભાઇલાલભાઈ મેલાભાઈ પઢિયાર (ઉં.વ 40)નો તૌકતે વાવાઝોડામાં જીવ ગયો છે. પોતાના ઘરે એક બાજુ પોતાના દીકરાના જ્વારાની સ્થાપના કરેલી હતી અને આ શુક્રવારે પોતાની દીકરી કપિલાબેનના લગ્ન લીધા હતા. જોકે, પિતાના નિધનને પગલે બંધ રાખવા પડ્યા.

મંગળવારે બપોરે ભાઇલાલભાઈ પઢિયાર અને પત્ની સુધાબેન ભાઇલાલભાઈ પઢિયાર રૂમના અડારામાં રસોઇ બનવી રહ્યાં હતાં ત્યારે અચાનક વાવાઝોડામાં મકાનની નળિયાની છત ઊડીને પડવાથી બને દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા.

જોકે, ભાઇલાલભાઈનું બે કલાક સુધી વાવાઝોડામાં કોઈપણ પ્રકારની સારવાર ન મળતાં મોત નીપજ્યું હતું અને પત્નીને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. પરિવારના મોભીના નિધનને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. છત તૂટી પડી ત્યારે વાવાઝોડાને લઈ બાળકો કાકાને ઘરે જતાં રહ્યાં હતાં. જેને કારણે તેઓ બચી ગયા હતા.

પતિ-પત્ની ઘરે રસોઇ બનાવી રહ્યાં હતાં ને અચાનક ઘર પરની નળિયાની આખી છત ઊડીને પડતાં બન્ને દટાયા હતા, જેમાં પતિનું સારવાર ન મળતાં મોત થયું હતું ને પત્નીનો આબાદ બચાવ થયો હતો. આજુબાજુના સ્થાનિકોની મદદ લઇ બંનેને બહાર તો કાઢ્યાં, પરંતુ સારવાર માટે લઇ જઈ શકાયાં નહીં. બે કલાક સુધી કાકા તડપતા રહ્યા, આખરે તેમને સારવાર ન મળતાં દમ તોડ્યો. હજુ સુધી કોઈ અધિકારી પણ અહીં સ્થિતિ જોવા માટે ન આવ્યો. આ ઘટનાથી એકનું સારવાર ન મળતાં મોત થયું ત્યારે તંત્ર ઊંઘતું ઝડપાયું છે. પરિવારે પંચાયતનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો.

from gujarat https://ift.tt/3u7xIWm

Related Posts

0 Response to "Anand : વાવાઝોડાથી મકાનની છત પડતા પિતાનું મોત, શુક્રવારે હતા દીકરીના લગ્ન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel