સાયલા તાલુકાના નવા સુદામડા ગામે બાળકોને રમવા મુદ્દે મારામારી
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે મારામારી અને હુમલા સહિત જાનથી મારી નાંખવાની ધમકી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના નવા સુદામડા ગામે પારિવારના ત્રણ થી ચાર શખ્સોને લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ જાતિ અપમાનીત કર્યાની જાણ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના નવા સુદામડા ગામે રહેતાં ફરિયાદી પારૃબેન દિનેશભાઈ સાગઠીયા અનુ.જાતિ વાળાનો દિકરો અજયભાઈ તથા ભત્રીજા વિવેકની સાથે રમવા બાબતે ગામમાં જ રહેતાં બે શખ્સોએ ઝઘડો કર્યો હતો.
જે બાબતનું ઉપરાણું લઈ ચાર શખ્સો લક્ષ્મણભાઈ નવઘણભાઈ ભરવાડ, લાલાભાઈ નવઘણભાઈ ભરવાડ, જેઠાભાઈ જેસીંગભાઈ ભરવાડ, રાજુભાઈ જેઠાભાઈ ભરવાડ તમામ રહે.નવા સુદામડાવાળાએ ઘરે આવી ફરિયાદીના પતિ દિનેશભાઈ તથા દિકરા અજયભાઈને મનફાવે તેમ ગાળો આપી બે-ત્રણ લાફા ઝીંકી ફરિયાદી મહિલા અને દિયર મેરૃભાઈ સહિતનાઓ વચ્ચે પડતાં મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને જાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં જે અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PVTe2b
0 Response to "સાયલા તાલુકાના નવા સુદામડા ગામે બાળકોને રમવા મુદ્દે મારામારી"
Post a Comment