વિરમગામ પાલિકાની 36 બેઠકો માટે કુલ 153 ઉમેદવારી પત્રો ભરાયા
વિરમગામ, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર
સમગ્ર રાજ્ય સાથે વિરમગામ નગરપાલીકા જીલ્લા પંચાયત અને વિરમગામ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે આજે ફોર્મ ભરવાના છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ દ્વારા નગરપાલિકા, જીલ્લા પંચાયત અમદાવાદ અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બે દિવસ અગાઉ ઉમેદવારો જાહેર કરી દીધા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરમગામ નગરપાલીકાના વોર્ડ નં. ૧, ૪, ૫, ૯માં ઉમેદવારો જાહેર કર્યા હતા. બાકીના પાંચ વોર્ડમાં ઉમેદવાર જાહેર કર્યા ન હતા.
વિરમગામ નગરપાલીકાના ૯ વોર્ડ માટે ૩૬ બેઠકો ઉપર ભાજપ દ્વારા ભાજપના ઉમેદવારો વોર્ડ વાઇઝ પેનલ મુજબ તાલુકા સેવા સદન ખાતે અંતિમ દિવસે ફોર્મ ભર્યા હતા. આ ફોર્મ ભરતી વખતે સમર્થકો સાથે આતશબાજી કરી ફોર્મ ભર્યા હતા. તાલુકા સેવા સદન ખાતે વિરમગામ શહેર અને તાલુકાના કાર્યકરો ઉમટી પડયા હતા. આ વખતે નગરપાલીકાની ચૂંટણીમાં બંને પક્ષોને હંફાવવા માટે અપક્ષોએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા. વિરમગામ નગરપાલીકાની ૯ વોર્ડની ૩૬ બેઠકો માત્ર કુલ ૧૫૩ અંતિમ દિવસે ભર્યા હતા. જ્યારે વિરમગામ તાલુકા પંચાયતની ૨૦ સીટો માટે ૧૦૦ ફોર્મ ભરાયા હતા. જ્યારે જીલ્લા પંચાયતની ૪ સીટો માટે ૨૩ ફોર્મ ભરાયા હતા. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે તાલુકા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને તાલુકા સેવા સદન બહાર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b2C3Tp
0 Response to "વિરમગામ પાલિકાની 36 બેઠકો માટે કુલ 153 ઉમેદવારી પત્રો ભરાયા"
Post a Comment