4 જિલ્લા પંચાયત માટે ૨૩ અને તાલુકા પંચાયત માટે 91 ફોર્મ ભરાયા
સાયલા, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર
સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થઈ હતી જેમાં સાયલા તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયતની ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થઈ હતી જેમાં સાયલા તાલુકાની ૪ જીલ્લા પંચાયત બેઠક માટે કુલ ૨૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં જ્યારે તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે પણ અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.
જેમાં સાયલા તાલુકામાં આવતી જીલ્લા પંચાયતની સાયલા બેઠક માટે-૬, સુદામડા બેઠક માટે-૬, ધાંધલપુર બેઠક માટે-૫ અને નાગડકા બેઠક માટે-૬ મળી કુલ ૨૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં જ્યારે સાયલા તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે પણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ચોરવીરા (થાન)-૦૪, ધજાળા-૦૬, ધમરાસરા-૦૪, ધાંધલપુર-૦૫, ધારાડુંગરી-૦૬, ડોળીયા-૦૪, કસવાળી-૦૪, ખીંટલા-૦૭, મોટાભડલા-૦૭, નડાળા-૦૪, નાગડકા-૦૩, નીનામા-૦૪, નોલી-૦૫, સાયલા૧-૦૩, સાયલા૨-૦૪, સાયલા૩-૦૨, સુદામડા૧-૦૪, સુદામડા૨-૦૪, થોરીયાળી-૦૩, વખતર-૦૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qlc4wH
0 Response to "4 જિલ્લા પંચાયત માટે ૨૩ અને તાલુકા પંચાયત માટે 91 ફોર્મ ભરાયા"
Post a Comment