રામ મંદિર રાષ્ટ્ર મંદિર બની રહેશે : મુખ્યમંત્રી રૂપાણી

રામ મંદિર રાષ્ટ્ર મંદિર બની રહેશે : મુખ્યમંત્રી રૂપાણી


અમદાવાદ, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના સંત ઈશ્વરચરણ સ્વામીએ રૂ. 2,11,11,111નું અનુદાન રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સમિતિને અર્પણ કર્યું છે.

અમદાવાદના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં ઉદ્બોધન કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, 'રામ મંદિર નિર્માણ માટેની યાત્રા સોમનાથ-ગુજરાતથી નીકળી અયોધ્યા પહોંચી હતી. એ વખતે રામ મંદિરની પ્રથમ આધાર શિલાનું પૂજન 31 વર્ષ પહેલા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખતો પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયું હતું, તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

વિશ્વભરમાં વૈદિક સ્થાપત્યકલા અનુસાર બેનમુન મંદિરોનું નિર્માણ કરનારા બી.એ.પી.એસ. સંસ્થાનો અનુભવ અને સહકાર ભવ્ય રામ મંદિરના નિર્માણમાં મળી રહ્યો છે. રામ જન્મભૂમિ મંદિર આંદોલનથી લઇને રામ મંદિરના નિર્માણકાર્ય સુધી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનો સહકાર તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોનો ભક્તિભાવ ઈતિહાસમાં અમર રહેશે. 

રામ મંદિર રાષ્ટ્રીય મંદિર બની રહેશે. રામ મંદિર થકી નાત-જાતથી ઉપર ઉઠી સર્વજન કલ્યાણની ભાવના સુદ્રઢ થાય, સત્ય અને નિષ્ઠાનું-રામ રાજ્યનું સ્થાપન થાય તે મંદિર નિર્માણનો હેતુ છે.  ' આ પ્રસંગ બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત  બ્રહ્મવિહારીદાસજી, વીએચપીના દિલીપ ત્રિવેદી, રામ જન્મભૂમિ મંદિર નિધિ સમિતિના પ્રાંત અધ્યક્ષ ગોવિંદ ધોળકિયા તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZeN91X

0 Response to "રામ મંદિર રાષ્ટ્ર મંદિર બની રહેશે : મુખ્યમંત્રી રૂપાણી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel