ભાજપના પૂર્વ પાલિકા સદસ્ય સહિત 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
સુરેન્દ્રનગર, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની ચુંટણીને ધ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વાર રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે વઢવાણ ખાતે નગરપાલિકાના પૂર્વ સદ્દસ્ય સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાતા ચુંટણી પહેલા જ ભાજપને મોટો ફટકો પડયો હતો.
ટિકિટ ફાળવણીમાં અન્યાય સહિતના મુદ્દે રાતોરાત પલટો ઃ કોંગ્રેસના હોદ્દેદારો - આગેવાનોએ સ્વાગત કર્યું
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિત મુજબ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છ જેમાં ભાજપ દ્વારા સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની ચુંટણી માટે ઉમેદવારો જાહેર કરતાં જ અનેક વોર્ડમાં ટિકિટ ન મળેલ ઉમેદવારો સહિત તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી મુદ્દે અનેક હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો વર્ષોથી ભાજપમાં સક્રિય હોવા છતાં તેઓને ટિકિટ આપવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે વઢવાણ ખાતે આવેલ સોમપુરા જ્ઞાાતિની વાડીમાં યોજાયેલ કોંગ્રેસના કાર્યક્રમમાં ભાજપના નગરપાલિકાન પૂર્વ સદ્દસ્ય અંકિતસિંહ ભટ્ટી, રાયસંગભાઈ ડોડીયા, કૈલાશબા ડોડીયા, વિક્રમસિંહ જાદવ સહિત ભરવાડ, દલવાડી સમાજન અંદાજે ૧૫૦થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતાં જે તમામનું કોંગ્રેસના પ્રદેશ નિરિક્ષક મહેશભાઈ રાજપૂત, ગિરિરાજસિંહ ઝાલા, સતિષભાઈ ગમારા, વિક્રમભાઈ દવે, નંદકિશોરભાઈ દવે સહિતનાઓએ કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને ચુંટણી પહેલા જ ભાજપના સદ્દસ્યો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડયો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37eJjKN
0 Response to "ભાજપના પૂર્વ પાલિકા સદસ્ય સહિત 150થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા"
Post a Comment