સાણંદ-સરખેજ રોડ પર આતંક મચાવનાર ચેઈન સ્નેચિંગ ટોળકી અંતે પકડાઈ

સાણંદ-સરખેજ રોડ પર આતંક મચાવનાર ચેઈન સ્નેચિંગ ટોળકી અંતે પકડાઈ


સાણંદ, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર

સાણંદ-સરખેજ રોડ પર છેલ્લા દોઢ મહિનાથી તરખાટ મચાવનાર ચેઈન સ્નેચિંગ ટોળકીને પોલીસે ઝડપી લેતા અડધો ડઝન ગુનાના ભેદ ઉકેલાયા છે. પોલીસે બે આરોપીની અટક કરી સોનાની ચાર ચેઈન, બાઈક મોબાઈલ સહિત રૂા. ૨.૧૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

સાણંદ પો.સ્ટે.ના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે ચોક્કસ બાતમીના આધારે સદર ગુનો આચરનાર અને અગાઉ બાર જેટલા ચોરી તથા લૂંટના ગુનાઓમાં પકડાયેલ ઈસમ તથા તેની સાથે અન્ય ત્રણ ચેઈનોની લૂંટ કરનાર તેના સાગરીત સહીત બે ઈસમોની ધરપકડ કરી, ગુનામાં વાપરેલ ચોરીના બાઈક તથા લૂંટમાં ગયેલ તમામ સોનાની ચેઈનો તથા બે મોબાઈલ ફોન સાથે કુલ્લે કિં. રૂા. ૨,૧૪,૧૯૦/-ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.

આરોપી નં. ૧ વિરૂદ્ધમાં વેજલપુર પો.સ્ટે.માં ૬ વાહન ચોરીના તથા એક લૂંટનો ગુનો, નવરંગપુરા પો.સ્ટે.માં ૨. કારંજ પો.સ્ટે.માં ૨ તથા રીવરફ્રન્ટ પો.સ્ટે.માં ૧ વાહન ચોરીના એમ કુલ ૧૨ ગુનાઓ નોંધાયેલા છે.

પકડાયેલ આરોપીઓના નામ-સરનામા

૧. ઈમરાનશા યાસીનશા દિવાન રહે. ૩૦૧, રીયલ રેસીડેન્સી, જુહાપુરા, અમદાવાદ

૨. સક્વાન નિસાર એહમદ શેખ રહે. ૭૮, ૭૯ ખ્વાજા નગર, બોમ્બે હોટલ, નારોલ, અમદાવાદ મુદ્દામાલ. ૧. સોનાની ચેઈનો-૦૪ કિલ કિ. રૂા. ૧,૮૧,૧૯૦/- ૨. બાઈક, ૩. બે મોબાઈલ ફોન- કિં. રૂા. ૮૦૦૦/- કુલ રૂા. ૨,૧૪,૧૯૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LR5S0A

0 Response to "સાણંદ-સરખેજ રોડ પર આતંક મચાવનાર ચેઈન સ્નેચિંગ ટોળકી અંતે પકડાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel