પત્નીના મૃત્યુથી વિહવળ પતિએ હાથની નસો કાપી આપઘાત કર્યો
અમદાવાદ, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર
પત્નીનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યાના દોઢ મહિના પછી વૃદ્ધ પતિએ હોટલની રૂમમાં પોતાના હાથની નસો કાપી આપઘાત કર્યો છે. ભાવનગરના વૃદ્ધનો મૃતદેહ ગુરૂકુળ રોડ પર આવેલી હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. ઘાટલોડિયા પોલીસે એ.ડી. નોંધી તપાસ હાથ ધરી છે.
ગુરૂકુળ રોડ પર વેલી દેવભવન હોટલના રૂમ નંબર 6માં એક વૃદ્ધે આપઘાત કર્યાની વિગતો મળતાં ઘાટલોડિયા પલોીસે સૃથળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક, 60 વર્ષના વિજયકુમાર ચંપકલાલ ગોરડિયાએ પોતાના બન્ને હાથના કાંડાની નસો કાપી નાંખી હતી.
નસોમાંથી લોહી વહી જતાં લોહીલોહાણ હાલતમાં વિજયકુમાર હોટલની રૂમના ભોંયતળિયા પર પડેલા મળી આવ્યાં હતાં. પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે, ગત તા. 24 ડીસેમ્બરે ભાવનગરમાં પત્નીનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યું હતું. બે પુત્રીના લગ્ન પછી આ દંપતિ ભાવનગરમાં એકલું જ રહેતું હતું. પત્નીના મૃત્યુ પછી એકલવાયા થઈ ગયેલાં વિજયભાઈ ગોરડિયા અમદાવાદમાં આવ્યાં હતાં.
એક પુત્રીના લગ્ન અમદાવાદમાં થયા હોવાથી અમદાવાદ આવેલા વિજયભાઈ ગુરૂકુળ રોડની હોટલમાં રોકાયા હતા. વિજયભાઈએ સવારે 10 વાગ્યા સુધી દરવાજો ન ખોલતાં પોલીસ અને ફાયરબ્રિગેડને ફોન કરાયો હતો. ફાયરબ્રિગેડે દરવાજો તોડવો પડયો હતો. હાથની નસો કાપીને આપઘાત પાછળ પત્નીના મૃત્યુ પછી એકલવાયાપણું કારણભૂત હોવાની વિગતો ઘાટલોડિયા પોલીસની તપાસમાં ખુલી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aWuVYo
0 Response to "પત્નીના મૃત્યુથી વિહવળ પતિએ હાથની નસો કાપી આપઘાત કર્યો"
Post a Comment