હળવદ તા.પં.ની 20 બેઠકો માટે 85, જિ.પં.ની 5 સીટ માટે 20 ફોર્મ ભરાયા

હળવદ તા.પં.ની 20 બેઠકો માટે 85, જિ.પં.ની 5 સીટ માટે 20 ફોર્મ ભરાયા


હળવદ, તા. 13 ફેબ્રુઆરી, 2021, શનિવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા થઇ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. હળવદ મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતની ૨૦ બેઠક માટે કુલ ૮૫ ફોર્મ ભરાયા હતા. જ્યારે હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની ૫ સીટ માટે ૨૦ ફોર્મ ભરાયા હતા.

ત્યારે બંને પક્ષ તરફથી ચૂંટણી માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવે તેવું લાગી રહ્યું છે. ઉમેદવારી નોંધાવવા ભાજપ, કોંગ્રેસ, અપક્ષના કાર્યકર્તાઓ અને તાલુકા લેવલના હોદ્દેદારો ઉમટી પડયા હતા. તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પાર્ટીએ પોતાના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. ત્યારે તનતોડ મહેનત કરી પોતાની જીતનો વિશ્વાસ આપ્યો હતો. હવે કયા ઉમેદવારોને પ્રજા સ્વીકારે છે તે તો આવનારો સમય જ બતાવશે. હળવદ તાલુકામાં પંચાયતની કુલ ૨૦ બેઠક માટે ૮૫ ફોર્મ ભરાયા હતા. જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ફોર્મ ૨૦ ભરાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠક કબજે કરવા રાજકીય આકાઓએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pnl4Qx

0 Response to "હળવદ તા.પં.ની 20 બેઠકો માટે 85, જિ.પં.ની 5 સીટ માટે 20 ફોર્મ ભરાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel