ભાજપમાં પણ કોંગ્રેસવાળી: ઠેરઠેર વિરોધ, કાર્યકરોએ રાજીનામાં ધર્યાં

ભાજપમાં પણ કોંગ્રેસવાળી: ઠેરઠેર વિરોધ, કાર્યકરોએ રાજીનામાં ધર્યાં


અમદાવાદ, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપમાં સગાવાદ આધારે ટિકિટોની વહેંચણી થઇ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ટિકિટો માટે થોપી બેસાડેલાં નિયમો માત્ર નામ પુરતાં જ રહ્યાં હતાં  કેમકે, નેતાઓના ભાઇ,ભત્રીજા,ભાણિયા-સંતાનોને ટિકિટો આપી દેવાઇ છે જેથી ભાજપમાં ઉકળતા ચરૂ જેવી દશા થઇ છે.

ભાજપમાં ય હવે કોંગ્રેસવાળી થઇ છે. કેટલીય જિલ્લા પંચાયતોમાં અસંતોષના ડરથી ઉમેદવારોને ટેલિફોનથી જાણ કરીને ફોર્મ ભરવા સૂચના અપાઇ હતી. આ પરિસિૃથતીને પગલે ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. 

ટિકિટોને લઇને ભાજપની  કોંગ્રેસ જેવી દશા થઇ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદર્શ ગામ ચિખલીમાં જ ભાજપમાં ભડકો થયો છે. આયાતી ઉમેદવારને લઇને અસંતોષ ભભૂકતાં ભાજપના 50 કાર્યકરો આપમાં જોડાયાં હતાં. આ ઉપરાંત રાજકોટના લોિધકામાં ભાજપમાં આંતરિક રોષ ચરમસિમાએ પહોચ્યો છે.અહીં 200 ભાજપના સમર્થકોએ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો.

જૂનાગઢમાં માળિયા હાટીનામાં ભાજપના મહામંત્રીએ રાજીનામુ ધરી દીધુ હતુ. પક્ષની રીતીનીતીથી નારાજ 200 કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા હતાં.આ બધાય કાર્યકરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. દાહોદમાં ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી બીટીપીમાં જોડાયા હતાં. આમ,પક્ષપલટાનો દોર શરૂ થયો હતો. 

જૂનાગઢમાં માંગરોળમાં આ જ સિૃથતી નિર્માણ પામી હતી. અહીં પણ ભાજપના 500 કાર્યકરોએ રાજીનામા ધરી પક્ષને અલવિદા કહી દીધુ હતું. માંગરોળમાં પૂર્વ ભાજપ પ્રમુખે સમર્થકો સાથે ભાજપને બાયબાય કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આણંદ શહેરમાં ય ભાજપના ઉપપ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વિસનગર અને પાલનપુરમાં ય ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.  નડિયાદ,દાહોદ, બારડોલી , સુરેન્દ્રનગર, મહેસાણામાં ય ટિકિટોના મુદ્દે ભાજપના કાર્યકરો નારાજ થયા છે.

ખાસ કરીને આયાતી ઉમેદવારોને લઇને ભારે અસંતોષ ભભૂકી રહ્યો છે. કાર્યકરોના રોષને જોતાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેટલાંય સૃથળોએ ભાજપે ઉમેદવાર બદલવાની નોબત આવી હતી. કેટલાંય સૃથળોએ ભાજપે ઉમેદવારોને ફોર્મ ભરવા ટેલિફોનથી સૂચના આપવાનો વારો આવ્યો હતો. 

બોટાદમાં ટિકિટ માગી પતિએ અને ભાજપે આપી પત્નીને !

બોટાદમાં ભારતીય જનતા પક્ષે ટિકિટની વહેંચણીમાં કરેલા છબરડાના કારણે શહેરના ઉપપ્રમુખે નારાજ થઈને ચૂંટણી ન લડવાનો અને પ્રચાર પણ ન કરવાનો નિર્ણય લીધો છે. બોટાદ વોર્ડ નંબર-ટુમાંથી શહેરના ઉપ્રપ્રમુખ અતુલ પટેલે ભાજપમાંથી ટિકિટમાંથી ટિકિટ માંગી હતી.

જોકે, જ્યારે ઉમેદવારોના નામ જાહેર થયા તો આશ્ચર્યજનક રીતે તેમના પત્ની વિનોદબેનને ટિકિટ આપવામાં આવી હતી. પત્નીની ટિકિટ માંગી ન હોવા છતાં ભાજપે આપી દેતા અતુલભાઈ નારાજ થયા હતા અને તેમણે અને તેમના પત્નીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે અને ચૂંટણી સમયે નિષ્ક્રિય રહીને પક્ષના પ્રચારમાં પણ ન જોડાવાની જાહેરાત કરી છે. 

પક્ષપલટુ ધારાસભ્ય મંગળ ગાવિતે પંચાયતમાં પણ ઉમેદવારી નોંધાવી હતી

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું પેટાચૂંટણીમાં ટિકિટ મળવાનુ સ્વપ્ન રોળાયુ હતું. ધારાસભ્ય બનવાની તો ઇચ્છા પરિપૂર્ણ થઇ શકી નહી પરિણામે મંગળ ગાવિતે પંચાયતની ચૂંટણીમાં ઝુકાવવુ પડયુ છે.

મંગળ ગાવિતે કોસિંદા બેઠક પર ચૂંટણી લડવા ફોર્મ ભર્યુ છે. આમ,વિધાનસભાની ચૂંટણી લડનારાંએ હવે પંચાયતની ચૂંટઁણી લડવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના પક્ષપલટુઓની ભાજપમાં આ દશા થઇ છે. 

વાઘાણીનો લોચો : આર.સી. ફળદુને પ્રદેશ પ્રમુખ કહ્યાં ને પાટીલના ભવાં ચડયાં

છેલ્લા કેટલાંય સમયથી કટ ટુ સાઇઝ થયેલાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાવનગરમાં ભાજપની જાહેરસભા વખતે લોચો માર્યો હતો. ચૂંટણી જાહેરસંભામાં જીતુ વાઘાણીએ  ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ કરીને સંબોધન કર્યુ હતું તે વખતે સ્ટેજ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસિૃથત હતાં. આ સાંભળીને પાટીલના ય ભવા ચડી ગયા હતાં.

જોકે, ચર્ચા એવી છેકે, વાઘાણીએ જાણીજોઇને ફળદુને પ્રદેશ પ્રમુખ ગણાવી પાટીલની અવગણના કરી હશે. આ મુદ્દો અત્યારે ભાજપમાં ય ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છેકે, પ્રદેશ પ્રમુખનો હોદ્દો સભાળ્યા બાદ પાટીલે પણ વાઘાણીને ગાંધીનગરનો બંગલો તાકીદે ખાલી કરાવ્યો હતો ત્યારથી બંન વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યાં હોવાની વાત છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qiW9zb

0 Response to "ભાજપમાં પણ કોંગ્રેસવાળી: ઠેરઠેર વિરોધ, કાર્યકરોએ રાજીનામાં ધર્યાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel