કોંગ્રેસમાં યાદવાસ્થળી: ટિકિટ મુદ્દે વિરોધ, મારામારી અને રાજીનામાં
મહેસાણામાં ટિકિટ ન મળતાં અસંતુષ્ટો અપક્ષ તરીકે મેદાને
બહુચરાજીમાં નારાજ કાર્યકરોએ ધારાસભ્ય સાથે ઝપાઝપી કરી, પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધર્યુ
અમદાવાદ, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર
પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ટિકિટોની વહેચણીને લઇને કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસિમાએ પહોચ્યો છે. ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં એવી પરિસિૃથતી નિર્માણ થઇ છેકે, કેટલીય તાલુકા-જિલ્લા પંચાયતોમાં નારાજ કાર્યકરોએ કેરસિયો ખેસ ધારણ કરી લીધો છે. તો કેટલાંય કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી દીધી છે. એટલું જ નહીં, ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના જૂથો વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હતી.
બહુચરાજીમાં જિલ્લા પંચાયતના ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના જ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મેન્ડેટ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે ટિકીટના દાવેદારના સમર્થકોએ ધારાસભ્ય સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે હંગામો મચતા કાર્યકરોના ટોળા એકઠાં થયા હતાં.
આરામગૃહમાં હંગામો મચ્યો હતો. વિસનગર તાલુકા-જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો પર મેન્ડેટ જ પહોંચ્યા ન હતાં જેના કારણે ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા હતાં. પ્રદેશ નેતાગીરીના અણઘડ વહીવટને કારણે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી હતી.
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આ જ સિૃથતી સર્જાઇ હતી. પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઇ રાણાએ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધુ હતું. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પણ પક્ષના બધાય હોદ પરથી રાજીનામુ આપવા એલાન કર્યુ હતું. તેઓએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને રાજીનામુ પત્ર આપશે. ટિકિટની વહેચણીથી નારાજ થઇ કિરીટ પટેલે રાજીનામુ આપવા નક્કી કર્યુ હતું.
મહેસાણામાં જ ટિકિટ ન મળતા નારાજ કાર્યકરે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યુ છે. ધારાસભ્ય લાખા ભરવાડની દરમિયાનગીરીને લીધે પાયાના કાર્યકરોને નહીં પણ મળતિયાઓેને ટિકિટ આપી દેવાતાં વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલે રાજીનામુ આપી દીધુ હતું. તેમણે આક્ષેપ કર્યો કે, ધારાસભ્યની દાદાગીરીને લીધે સંનિષ્ઠ કાર્યકરોને ટિકિટ મળી શકી નથી.
આ તરફ, વિરમગામમાં બે પૂર્વ વિપક્ષી નેતાની ટિકિટ કપાતાં કોંગ્રેસના 8 સિટીંગ કોર્પોરેટરોએ બળવો કર્યો હતો. ધારાસભ્ય લાખા ભરવાડે ટિકિટો કાપી હોવાનો આક્ષેપ કરી બધાય કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આમ, સૃથાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર શરૂ થઇ ચૂક્યો છે ત્યારે કોંગ્રેસમાં નબળી નેતાગીરીને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસિૃથતી સર્જાઇ છે.
જાહેરસભામાંથી હાંકી કાઢવા મુદ્દે બબાલ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે પગલાં ભરો
અમદાવાદમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. શહેરમાં હાથીખાઇ વિસ્તારમાં કોંગ્રેસ આયોજીત જાહેરસભામાં ધારાસભ્ય હિમતસિંહ પટેલે કોંગ્રેસના નેતા અમિત નાયક સાથે ભેદભાવપૂર્વક વર્તન દાખવી સ્ટેજ પરથી ઉતારી દીધા હતાં.એટલુ ંજ નહીં, સભા સૃથળે જ જતાં રહેવા જણાવી દીધુ હતું. આ આખોય મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સુધી પહોચ્યો છે. કોંગ્રેસના નેતા અમિત નાયકે પત્ર લખીને પગલાં ભરવા માંગ કરી છે.
મકતમપુરામાં ઓવૈસીના ઉમેદવારો વિરૂધ્ધ સૂત્રોચ્ચાર, સોસાયટીમાંથી હાંકી કઢાયા
અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. શનિવારે મકતમુપરામાં એઆઇએમઆઇએમના ઉમેદવારો એક સોસાયટીમાં પ્રચાર માટે આવ્યા હતાં ત્યારે સૃથાનિકો રોષે ભરાયા હતાં. મહિલાઓ અને સૃથાનિક રહીશોએ ઔવેસીના ઉમેદવારો વિરૂદ્ધ જોરદાર નારેબાજી કરી હતી.
સોસાયટીના રહીશો એટલી હદે ઉશ્કેરાયા હતાં કે, ઉમેદવારોને સોસાયટીની બહાર હાંકી કાઢયા હતાં. ઉલ્લેખનીય છેકે, ટિકિટ ન મળતાં મહિલા કોર્પોરેટર ઔવેસીના પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે જેથી પક્ષપલટુ ઉમેદવાર વિરૂધૃધ લોકોમાં ઉશ્કેરાટ છે. બે દિવસ પહેલાં જ મકતમપુરામાં જ કોંગ્રેસ અને ઓવેસીના ઉમેદવાર-સમર્થકો સામસામે આવ્યા હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OBuk7b
0 Response to "કોંગ્રેસમાં યાદવાસ્થળી: ટિકિટ મુદ્દે વિરોધ, મારામારી અને રાજીનામાં"
Post a Comment