પાલિકા, તા-જિ.પંચાયતની ચૂંટણીમાં ભાજપના 29 ઉમેદવારો બિનહરીફ

પાલિકા, તા-જિ.પંચાયતની ચૂંટણીમાં ભાજપના 29 ઉમેદવારો બિનહરીફ


અમદાવાદ, તા. 13 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

મહાનગરપલિકાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. પંચાયતોની ચૂંટણીમાં ટિકિટોના ડખાં વચ્ચે સારા ભાજપ માટે સારા સમાચાર એછેકે, નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપના 29 ઉમેદવારો જાહેર થયાં છે. ચૂંટણી યોજાય તે પહેલા જ બિનહરીફ ઉમેદવારો ચૂંટાઇ આવતાં ભાજપના નેતાઓ-કાર્યકરો ઉત્સાહિત થયા છે. 

એક બાજુ,પંચાયતોની ચૂંટણીના ફોર્મ હજુ તો ભરાયાં છે. ફોર્મની ચકાસણીના અંતે ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ થશે.આ તરફ, હજુ તો ચૂંટણી યોજાવવાની બાકી છે તે પહેલાં જ ભાજપે નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતમાં ખાતુ ખોલાવી લીધુ છે.

કચ્છમાં ભૂજની બે બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયાં છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં પાંચ વોર્ડમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે. ઉંઝામાં ય બે વોર્ડમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે. આમ, નગરપાલિકામાં કુલ મળીને 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ થયાં છે. 

સુરતના ઓલપાડ તાલુકા પંચાયત,ચોર્યાસી તાલુકા પંચાયત ઉપરાંત અમદાવાદમાં દસક્રોઇ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોને બિનહરીફ ઘોષિત કરાયા હતાં. કચ્છની ભૂજ તાલુકા પંચાયત,જૂનાગઢની બિલખા તાલુકા પંચાયત,ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયત, સુરેન્દ્રનગરની  લિબડી , વઢવાણ, થાનગઢ તાલુકા પંચાયતમાં 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયાં હતાં.

જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ય બે બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ઘોષિત કરાયા હતાં. આમ,ચૂંટણી પહેલાં જ ભાજપે ખાતુ ખોલ્યુ છે. બિનહરીફ બેઠકોને લીધ સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે સારા સંકેતો હોવોના ભાજપના નેતાઓ દાવો કરી રહ્યાં છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tUQW2H

0 Response to "પાલિકા, તા-જિ.પંચાયતની ચૂંટણીમાં ભાજપના 29 ઉમેદવારો બિનહરીફ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel