પાટડીમાં કોરોનાના વાવર વચ્ચે વાયરલ ઈન્ફેકશનના દર્દી વધ્યા

પાટડીમાં કોરોનાના વાવર વચ્ચે વાયરલ ઈન્ફેકશનના દર્દી વધ્યા


પાટડી : પાટડી પંથકમાં તાવ, ટાયફોડ સહિતના રોગોએ માઝા મુકી છે અને મોટીસંખ્યામાં દર્દીઓ જોવા મળી રહ્યાં છે તેમજ ઘરે ઘરે માંદગીના ખાટલાઓ છે ત્યારે એક બાજુ કોરોના અને બીજી બાજુ તાવ, ટાયફોડ, વાયરલ ઈન્ફેકશન ફેલાતા લોકોની મુશ્કેલીઓ વધી છે.  હાલમાં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર તરફથી કોરોના ટેસ્ટ તથા કોરોના વિરોધી રસી લેવા માટે લોકોને સમજાવવામાં આવે છે ત્યારે લોકો કોરોનાના નામથી ડરી રસી લેતા નથી અને વાયરલમાં સપડાય છે. જ્યારે તાવ, ડાયફોડ જેવી માંદગી ગ્રહણ કરે છે અને છતાંય કોરોનાથી ડરથી સરકારી હોસ્પીટલે જતાં નથી અને ખાનગી દવાખાનાઓમાં સવારથી જ દર્દીઓ ઉભરાય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરેક વ્યક્તિને સહેજ પણ તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો તરત જ સરકારી હોસ્પીટલે જઈ ચેક કરાવી દવા તેમજ સારવાર લેવા જણાવાયું છે. 

આમ પાટડી પંથકમાં આવા વાયરલ ઈન્ફેકશનના કારણે તાવ અને એમાંથી સ્વાઈફલુ, કોરોના જેવા રોગો થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી માટે દરેક લોકોએ સાવચેતી રાખવી જોઈએ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OGaI2b

0 Response to "પાટડીમાં કોરોનાના વાવર વચ્ચે વાયરલ ઈન્ફેકશનના દર્દી વધ્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel