માંડલ શહેરમાં બપોર પછી ગરમીના કારણે સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ

માંડલ શહેરમાં બપોર પછી ગરમીના કારણે સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ


અમદાવાદ : અમદાવાદ જિલ્લાના માંડલ શહેરમાં એક બાજુ કોરોનાનો કહેર અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરાકી ન નિકળતા બપોર બાદ વેપારીઓએ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ કરી દીધા હતા.

એકબાજુ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી બાજુ કોરોના પણ બેકાબુ બન્યો છે. આમ તો માંડલમાં ગુમાસ્તાધારાની કલમ અનુસાર શનિવારે જાહેર રજા હોય છે પણ હાલ ઉનાળો લગ્નસરાની સીઝન પણ છે. વેપારીઓને આ વર્ષે એવી આશા હતી કે વૈશાખ મહિનામાં સીઝન પુષ્કળ રહેશે પણ આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ સાવ નિષ્ફળ નિવડે તેવી સ્થિતિછે. ગરીબ-મધ્યમ અને સામાન્ય પ્રજા વારેવારે લોકડાઉન, વધતી જતી મોંઘવારીના કારણે તૂટી ગઈ છે. પ્રજાજનોની આવકની અસમાનતા તથા કોરોના મહામારીને કારણે અને વધુમાં ગરમી પણ કાળઝાળ પડી રહી છે. તેવામાં માંડલના બજારો, ત્રણ રસ્તાં, સોસાયટી વિસ્તારોમાં વેપારીઓની દુકાનો બપોર પછી જોવા મળી હતી, આવી બધી પરિસ્થિતિઓને કારણે માંડલમાં શનિવારે બપોર પછી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mFsyyA

0 Response to "માંડલ શહેરમાં બપોર પછી ગરમીના કારણે સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel