કચ્છમાં કોરોનાથી વધુ બે વ્યકિતના મોતઃ કોરોનાના રેકર્ડબ્રેક બાવન કેસ નોંધાયા
ભુજ,શનિવાર
કચ્છમાં કોરોનાએ હાહાકાર મચાવવાનું શરૃ કરી દીધુ હોયતેમ આજે વધુ બે વ્યકિતઓના કોરોનાથી મોત થયા હતા. તો બીજીતરફ કચ્છમાં કોરોનાના અત્યાર સુાધી રેકર્ડબ્રેક બાવન કેસો નોંધાતા સરહદી જિલ્લામાં ફફડાટ મચી ગયો છે. આજે ભુજ અને અંજારમાં ૧૦-૧૦ કેસ નોંધાયા હતા. શહેરી વિસ્તારમાં ૩૪ અને ગ્રામિણમાં ૧૮ કેસોથી લોકોની માનસિક દશા બગડી રહી છે.
એકતરફ રસીકરણની કામગીરી પુરઝડપે ચાલી રહી છે તો બીજીતરફ કોરોનાના કેસો વાધી રહ્યા છે. આજે તો હદ વટાવી દીધી હોય તેમ કચ્છમાં ૫૨ કેસો નોંધાયા હતા. અબડાસા તાલુકાના ગ્રામ્યમાં ૩, અંજાર શહેરમાં ૧૦, ભચાઉ શહેરમાં ૨, તાલુકામાં ૧, ગાંધીધામ શહેરમાં ૨, લખપત તાલુકામાં ૫, માંડવી શહેરમાં ૧, ગ્રામિણમાં ૧, મુંદરા શહેરમાં ૬, તાલુકામાં ૧, નખત્રાણા તાલુકામાં ૩, રાપર શહેરમાં ૩, તાલુકામાં ૨ કેસો નોંધાયા હતા.
એકટીવ પોઝીટીવ કેસોનો આંક ૩૫૦ પહોંચી ગયો છે. તો વળી, આજે વાધુ બે વ્યકિતઓના મોત થવાની સાથે કુલ સંખ્યા ૮૬ થઈ છે. સ્વસૃથ થયેલા ૨૦ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.
કોરોનાના માર્ગદર્શન માટે આજે તત્ર દ્વારા કંટ્રોલ રૃમ શરૃ કરવામાં આવ્યા હતા તો બીજીતરફ હજુ પણ લોકો બેદરકાર જોવા મળે છે. સવારાથી સાંજ સુાધી લોકો માસ્ક વિના જોવા મળતા હોય છે. બજારમાં સામાજીક અંતર જળવાતુ નાથી. પરિણામે કોરોનાના કેસો વાધી રહ્યા છે. સાંજના ભાગે હજુ લોકો વોકમાં નિકળી રહ્યા છે તો વળી, ભુજમાં નાઈટ કફર્યુ શરૃ થાય તે પૂર્વે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જે આવનારા દિવસોમાં ખતરનાક સાબિત થશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/324yDvm
0 Response to "કચ્છમાં કોરોનાથી વધુ બે વ્યકિતના મોતઃ કોરોનાના રેકર્ડબ્રેક બાવન કેસ નોંધાયા"
Post a Comment