શિણાય ડેમ ખાલી કરવો એક મસમોટું કૌભાંડ માત્ર છે : કોંગ્રેસ

શિણાય ડેમ ખાલી કરવો એક મસમોટું કૌભાંડ માત્ર છે : કોંગ્રેસ

ગાંધીધામ, તા. ૧૦

નર્મદા નિગમ દ્વારા શિણાય ડેમ ભરેલ છે તેમાંથી માટી કાઢવા તેનું બધું જ પાણી કાઢી નાખવા ડેમ તોડી પાડતાં, લાખો લીટર પાણીનો વેડફાટ થઈ જવાનો હોવાથી વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવી, આ સમગ્ર કામગીરી માત્ર ઠેકેદારને કમાણી કરાવી આપવાના ઉદેશ્યાથી થઈ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. સાથોસાથ, ડેમમાં રહેલ બતક, માછલાં, કાચબા વગેરે જળચર વસાહતનું પણ નિકંદન નિકળી જશે તેવો ભય વ્યક્ત પણ કર્યો છે.

કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને વર્તમાન કાઉન્સીલર સમીપ જોષીની યાદી અનુસાર, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર વી.વી. કાથડીયાએ શિણાય સરપંચને ઉદેશીને તા. ૬/૪ ના લખેલા પત્રમાં જણાવ્યા મુજબ, તા. ૩/૪ ના રોજ ધારાસભ્ય માલતી મહેશ્વરી અને કચ્છી મંત્રી વાસણ ગોપાલ આહિરની હાજરીમાં ગ્રામજનોની બેઠકનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવી કોઈ બેઠક મળી જ નાથી, આ પત્રમાં જણાવ્યા મુજબ, આ કહેવાતી બેઠકમાં માટી કાઢવા, ડેમ ખાલી કરવા ઠરાવ કરવામાં આવ્યો હોવાની વાત તદન પાયાવિહોણી છે. ખરેખર તો આ ડેમ હાલ ગુજરાત વોટર સપ્લાય બોર્ડ હસ્તક છે તેમાંથી તેને સિંચાઈ વર્તુળ અને ઈરીગેશન વિભાગમાં લઈ, કચ્છ નર્મદા કેનાલ બ્રાન્ચમાંથી કનેક્ટીવીટી આપવામાં આવે તેવો ઠરાવ પસાર કરેલો છે જે સબંધે રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નાથી. આમ છતાં, ડેમનું વેસ્ટ વિયર તોડી પાડી પાણી વહાવી દેવાનું શરુ કરવામાં આવેલ છે જે દુઃખદ બાબત છે ઉપરાંત, કાયદો, જનહિત અને લોકશાહીનું હનન છે. ડેમમાંથી વહેતા થયેલા પાણીથી આસપાસના ખેતરોમાં ઉભેલા લીલા મોલને વ્યાપક નુકસાનીની આંશકા નકારી શકાતી નાથી તો સ્ત્રાવ વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થાય તેવી સંભાવનાઓ સર્જાઈ છે. ઉપરાંત, ડેમમાં ઉછરતા માછલા, બતકો સહિતના જળચરો માટે પણ આ સિૃથતિ મૃત્યુનું કારણ બની રહેશે. આ સમગ્ર કારસો માત્ર માટી ઉપાડવા નાથી પરંતુ ઠેકેદારને દુરાથી માટીની વ્યવસૃથા કરી ખર્ચ ન કરવો પડે તે માટેનું ષડયંત્ર હોવાનું પણ જણાવાયું છે. હકિકત જે હોય તે, એક વાત સ્પષ્ટ છે કે, ડેમમાં ભરાયેલા લાખો લીટર મહામુલા પાણીનો આ રીતે વેડફાટ ચાલી શકે નહી તેનો કોઈ ઈન્કાર નહી કરી શકે અને રણની તરસાથી પાણીને ચાહતા કચ્છ જેવા મુલક માટે આ જળવ્યય સાંખી શકાય એમ તો ચોક્કસપણે નાથી જ !



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mAjJ9v

0 Response to "શિણાય ડેમ ખાલી કરવો એક મસમોટું કૌભાંડ માત્ર છે : કોંગ્રેસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel