સાયલા-પાળિયાદ રોડ પરથી દારૂનો જથ્થો ભરીને કાર સાથે 2 ઝડપાયા

સાયલા-પાળિયાદ રોડ પરથી દારૂનો જથ્થો ભરીને કાર સાથે 2 ઝડપાયા


સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે સાયલા-પાળીયાદ રોડ પર લાખાવાડ ગામની સીમમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને કાર સહિત બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ તેમજ જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા તેમજ લીંબડી ડીવાયએસપી સહિત ચોટીલા સર્કલ પીઆઈના માર્ગદર્શન હેઠળ ધજાળા પીએસઆઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે સાયલા-પાળીયાદ રોડ પર લાખાવાડ ગામની સીમમાં સીરવાણીયા ગામ તરફ જવાના રસ્તા પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન સુદામડા તરફથી આવતી કારને અટકાવી ચેક કરતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૦૨ કિંમત રૂા.૧,૦૫,૧૦૦ તથા બીયર ટીન નંગ-૩૯ કિંમત રૂા.૩,૯૦૦, મોબાઈલ નંગ-૨ કિંમત રૂા.૩, ૦૦૦, કાર કિંમત રૂા.૩, ૫૦, ૦૦૦ મળી કુલ રૂા. ૪,૬૨, ૦૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સો લલીતકુમાર ભીખારામ વરળ (બીસ્નોઈ) ઉ.વ.૨૧, રહે. બીછવારી તા. સાચોર રાજસ્થાન તથા પ્રવિણકુમાર બાબુલાલ કાવા (બીસ્નોઈ) ઉ.વ.૨૧, રહે. હરીપુરા તા. સાચોર રાજસ્થાનવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/322NOoC

0 Response to "સાયલા-પાળિયાદ રોડ પરથી દારૂનો જથ્થો ભરીને કાર સાથે 2 ઝડપાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel