સરકારી જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરી અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત

સરકારી જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરી અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત


લીંબડી : લીંબડી તાલુકાના ઘનશ્યામપર ગામની સીમમાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિની ચોરી કરવામાં આવી રહી છે જે અંગે સ્થાનીક રહિશ ભરતભાઈ ધીરૂભાઈ રોકીયા તેમજ ઘનશ્યામપુર ગ્રામ પંચાયત દ્વારા ખાણ ખનીજ વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ લેખીત રજુઆતો કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં તેમજ લીંબડી-બગોદરા હાઈવે પર મંદિર પાછળ ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તીનું ખનન અને ચોરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત સરકારી જમીનમાંથી પણ મોટાપાયે ખનીજચોરી થઈ રહી છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ પગલા ભરવામાં આવ્યાં નથી ત્યારે આ મામલે સરપંચ ગોપાલભાઈ ધોરાળીયા તથા સ્થાનીક રહિશ ભરતભાઈ દ્વારા ખાણ ખનીજ વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ લેખીત રજુઆત કરી હતી અને ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ql4QvE

0 Response to "સરકારી જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરી અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel