જિલ્લામાં વિવિધ સ્થળોએ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી

જિલ્લામાં વિવિધ સ્થળોએ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી


સુરેન્દ્રનગર : સમગ્ર દેશમાં ભારતના બંધારણાના ઘડવૈયા અને મહામાનવ એવાં ડો.બાબસાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ઠેરઠેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી જેમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર સહિતની ગાઈડ લાઈન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વઢવાણ ગેબનશાપીર સર્કલ તેમજ શહેરની રાજહોટલ ચોકમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકીય હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સહિત દરેક સમાજના લોકોએ ફુલહાર પહેરાવી શ્રધ્ધાંજલી પાઠવી હતી અને ડો.બાબાસાહેબના જીવનચરિત્ર્ય અને તેમના સિધ્ધાંતોને યાદ કર્યા હતાં. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, સુબોધ જોષી, બી.કે.પરમાર, ઋતુરાજ રાઠોડ, કિશોરભાઈ ચાવડા, સાગરભાઈ ચામડીયા સહિતનાઓએ ફુલહાર પહેરાવી પુષ્પાંજલી અર્પણ કરી હતી અને છેવાડાના વિસ્તારોમાં શ્રમજીવીઓના બાળકોને બિસ્કીટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોને સાવચેત રહી માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહીતની ગાઈડ લાઈનનું કડક પાલન કરવા જણાવ્યું હતું. જ્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી આ ઉપરાંત જીલ્લાના લખતર બસ સ્ટેન્ડ પાસે આવેલ ડો.બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમજ માસ્ક વિતરણ કરી ઉજવણી કરી હતી આ તકે તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન પ્રભુભાઈ મકવાણા ઉપસરપંચ ગુણવંતભાઈ વાઘેલા, રણછોડભાઈ ચૌહાણ, અનીલ પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જીલ્લાના સાયલા, ચોટીલા, મુળી, થાન, લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, પાટડી સહિતના તાલુકાઓમાં પણ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને લઈ ડાયરો, શોભાયાત્રા સહિતના જાહેર કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યાં હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32f2Ibt

0 Response to "જિલ્લામાં વિવિધ સ્થળોએ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel