ધોળકામાં સ્વૈચ્છિક લોકડાઉન છતાં રાત્રે 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી

ધોળકામાં સ્વૈચ્છિક લોકડાઉન છતાં રાત્રે 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી


બગોદરા : અમદાવાદ જીલ્લાના ધોળકા શહેરમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેમ છતાંય ધોળકા શહેરમાં અનેક લોકો હજુ માસ્ક પહેરતા નથી તેમજ સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી અને ભીડ ભેગી કરે છે ત્યારે આગામી દિવસોમાં ધોળકા તાલુકામાં ભયંકર કોરોના વિસ્ફોટ થાય તેવી દહેશત સેવાઈ રહી છે.

ધોળકા શહેરી વિસ્તારમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ હાલ વિવિધ વેપારી એસોશીએસનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે જે મુજબ સાંજના ૫-૦૦ વાગ્યાથી ધોળકા શહેરની તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રહે છે. પરંતુ તેમ છતાંય અમુક ઠંડાપીણાની દુકાનો, ચાની લારીઓ, પાનના ગલ્લાઓ, નાસ્તાની કેટલીક લારીઓ રાતના ૯-૦૦ વાગ્યા સુધી ખુલ્લી જ રહે છે કોરોના મહામારીમાં પણ વેપારીઓ રૂપિયા કમાવવાની લાલચમાં ભીડ એકત્ર કરી પોતાનું અને અન્ય લોકોનું આરોગ્ય જોખમમાં મુકી રહ્યાં છે ત્યારે આ અંગેની ગંભીરતાને ધ્યાને લઈ ધોળકાના પ્રાંત અધિકારી, પાલિકાના ચીફ ઓફીસર અને ટાઉન પીઆઈ સહિતનાઓએ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે. જ્યારે ધોળકા શહેરની વિવિધ બજારોમાં દિવસ દરમ્યાન ભારે ભીડ ઉમટી પડે છે અને કોરોનાનું ડર ન હોય તેમ લોકો તેમજ દુકાનદારો દ્વારા માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન થતું નથી. આ ઉપરાંત બજારમાં ખરીદી કરવા આવતાં અનેક ગ્રાહકોના મો પર માસ્ક પહેરેલું હોતું નથી આથી આગામી દિવસોમાં ધોળકા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ધોળકા શહેરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાને લઈ ઓક્સીજનની બોટલોની પણ અછત વરતાઈ રહી છે જે બાબતે ધોળકા શહેર કોંગ્રેસના મહામંત્રી દિનેશભાઈ મકવાણાએ પ્રાંત અધિકારી, આરોગ્ય વિભાગ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી અને ઓક્સીજનની બોટલો પુરતી માત્રામાં ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી અને વહિવટી તંત્ર દ્વારા ઓક્સીજનની અછત દુર કરવા તાત્કાલીક યોગ્ય પગલા ભરવામાં આવે તેવી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wRrvRb

0 Response to "ધોળકામાં સ્વૈચ્છિક લોકડાઉન છતાં રાત્રે 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel