સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસે બેફામ નાણાં વસુલાતા હોવાની બૂમ

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસે બેફામ નાણાં વસુલાતા હોવાની બૂમ


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ચીંતાજનક રીતે વધી રહ્યું છે પરંતુ સ્થાનીક વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્રની બેદરકારી તેમજ મીલીભગતના કારણે જીલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં કોરોના પોઝીટીવ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને આરોગ્ય વિભાગ સહિત તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

જેમાં સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાના આરોગ્ય વિભાગને પણ મસમોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ હાલ જીલ્લાનું આરોગ્ય તંત્ર જાણે તાનાશાહી ચલાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તેમજ વહિવટી તંત્ર દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં લોકમુખે થતી ચર્ચાઓ મુજબ શહેરી વિસ્તારમાં તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં તથા સમગ્ર જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાલમાં હાજરમાં રહેલ દવાઓ અને ઈન્જેકશનનો સ્ટોક તથા સ્ટોક પત્રકમાં કેટલો સ્ટોક દર્શાવવામાં આવ્યો છે તેની કોઈ જ સ્પષ્ટ માહિતી જણાઈ આવતી નથી તેમજ સીસીટીવી ન હોવાના કારણે આરોગ્ય તેમજ વહિવટી તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જીલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં દાખલ કરવામાં આવતાં કોરોના પોઝીટીવ દર્દીઓને પુરતી અને યોગ્ય દવાઓ મળતી નથી તેમજ ફાળવવામાં આવતો દવા અને ઈન્જકશનનો સ્ટોક ગણતરીના કલાકોમાં ખાલી થઈ જતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ફાળવવામાં આવતી દવાઓ અને ઈન્જેકશન માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવે છે જ્યારે કોરોના મહામારી દરમ્યાન વહિવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને ખાનગી હોસ્પીટલો તેમજ અનેક ડોક્ટરો માત્ર રૂપિયા કમાવવા બેઠા હોય તેમ લાગી રહ્યું છે.

જેમાં શહેરની સી.યુ.શાહ મેડીકલ એન્ડ હોસ્પીટલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોવા છતાં દર્દીઓને ખાનગી હોસ્પીટલો જેવા મસમોટા બિલો આપવામાં આવી રહ્યાં છે જેમાં વહિવટી, આરોગ્ય તંત્ર સહિતના અધિકારીઓની મીલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પ્રજાની સુખાકારી માટે વહિવટી તેમજ આરોગ્ય તંત્રની ચેઈન તોડવી ખુબ જ જરૂરી છે ત્યારે પ્રજાનો ધંધો અને રોજગાર લાંબા સમય સુધી ચાલે અને કોરોના મહામારીના કારણે પડતી હાલાકી અંગે સ્થાનીક તંત્ર સહિત રાજકીય આગેવાનો અંગત રસ દાખવી કોરોના દર્દીઓ તેમજ પરિવારજનોને પડતી હાલાકી અંગે યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે. જ્યારે બીજી બાજુ શહેરની હોસ્પીટલોમાં દાખલ કરવામાં આવતાં કોરોના દર્દીઓની સારવાર અને દવા સહિતના બિલમાં આરોગ્ય વિભાગની ટકાવારી હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આથી જીલ્લાની સરકાર તેમજ ખાનગી હોસ્પીટલોમાં કોરોના દર્દીઓને મસમોટા બીલ ફટકારવામાં આવી રહ્યાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે આમ સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ કોરોનાની મહામરીનો લાભ લઈ આરોગ્ય વિભાગ સહિત ડોક્ટરો બેફામ લુંટ ચલાવી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gc2Y3i

0 Response to "સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસે બેફામ નાણાં વસુલાતા હોવાની બૂમ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel