વહીવટી તંત્રએ શહેરમાં 5 સ્થળે નિઃશુલ્ક કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા

વહીવટી તંત્રએ શહેરમાં 5 સ્થળે નિઃશુલ્ક કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને દિન-પ્રતિદિન કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે અને દર્દીઓ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવે તે માટે સ્થાનીક તંત્ર સજ્જ બન્યું છે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અલગ-અલગ પાંચ સ્થળો પર નિઃશુલ્ક આરટીપીસીઆર ટેસ્ટનો આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે કોરોના ટેસ્ટની સુવિધાઓ માટેના કેમ્પ શરૂ કરવામાં આવ્યાં હતાં જેનો પ્રથમ દિવસે મોટીસંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં કોરોના વાયરસનું સતત સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ જીલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા જીલ્લા કલેકટર કે.રાજેશની સુચનાથી આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોના લોકો તેમજ કોરોના વાયરસના લક્ષણો ધરાવતાં દર્દીઓના નિઃશુલ્ક કોરોના ટેસ્ટ થઈ શકે અને તે પૈકી કોઈ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવે તો તાત્કાલીક સારવાર મળી રહે તે માટે જીલ્લા કલેકટરની સુચનાથી આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ પાંચ જગ્યાએ નિઃશુલ્ક આરટીપીસીઆર કીટ દ્વાર કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં શહેરની રતનપર ફાટક, ભક્તિનંદન સર્કલ ૮૦ ફુટ રોડ, ટાવર પાસે, ૮૦ ફુટ રોડ ગોકુલ હોટલ પાસે તથા લક્ષ્મીપરા શેરી ન.૧ શાળા નં.૧૬ પાસે પ્રથમ દિવસે આરટીપીસીઆર કીટ દ્વારા કોરોના ટેસ્ટીંગ હાથધરવામાં આવ્યું હતું. જેનો મોટીસંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો આ તકે આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કોરોના ટેસ્ટીંગ હાથધર્યું હતું. જ્યારે વધી રહેલી કોરોનાની મહામારી દરમ્યાન તંત્ર દ્વારા લેવામાં આવેલ આ સરાહનીય કામગીરીની શહેરીજનોએ પણ પ્રશંસા કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aeBm9X

0 Response to "વહીવટી તંત્રએ શહેરમાં 5 સ્થળે નિઃશુલ્ક કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel