સુરેન્દ્રનગરમાં મોટા વેપારીઓ આજથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે

સુરેન્દ્રનગરમાં મોટા વેપારીઓ આજથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં વધી રહેલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વિવિધ વેપારી એસોશીએસન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા સુરેન્દ્રનગર અનાજ અને કરીયાણાના વહેપારી એસોશીએસના દ્વારા આજથી આગામી તા.૩૦ એપ્રિલ સુધી તમામ અનાજ અને કરીયાણાની હોલસેલ સહિત રીટેઈલ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ અલગ-અલગ તાલુકાઓમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓ સહિત દુકાનદારો અને સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સુરેન્દ્રનગર અનાજ અને કરીયાણાના વેપારી એસોશીએસન દ્વારા કોરોના મહામારી રોકવા આજથી આગામી તા.૩૦ એપ્રિલ સુધી શહેરની મહેતા માર્કેટમાં આવેલ તમામ અનાજ અને કરીયાણાની હોલસેલ દુકાનો સહિત રીટેઈલ અનાજ-કરીયાણા વહેપારીઓ સ્વૈચ્છિક પોતાની દુકાન અને ધંધો રોજગાર સવારથી બપોરના ૩-૦૦ વાગ્યા સુધી જ શરૂ રાખશે અને આ નિર્ણય બાદ પણ જો કોઈ વેપારી અને દુકાનદાર ખુલ્લી રાખશે તો તેઓને દંડ સ્વરૂપે મહેતા માર્કેટ વિસ્તારમાં આવેલ તોપવાળી મેલડી માતાજીના મંદિરે રૂા.૧૦૦૦ ફરજીયાત મુકવા પડશે તેવી અનાજ-કરીયાણા વેપારી એસોશીએસનના હોદ્દેદારો અને અગેવાનોએ અન્ય વેપારીઓને જાણ કરી હતી.

 અને આ સ્વૈચ્છિક લોકડાઉન દરમ્યાન દરેક અનાજ-કરીયાણા વેપારી અન્ય લોકોને કોરોના વાયરસ સામે સાવચેતી દાખવવા તેમજ કોરોના વેક્સીનેશન કેમ્પનો લાભ લેવા આહવાન કરશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. જ્યારે અનાજ-કરીયાણાના વેપારીઓના સ્વૈચ્છિક લોકડાઉનને પગલે શહેરની મહેતા માર્કેટમાં ખરીદીમાં લોકોની ભીડ ઉમટી પડી હતી અને મોટીસંખ્યામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડયાં હતાં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wZi7uz

0 Response to "સુરેન્દ્રનગરમાં મોટા વેપારીઓ આજથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel