આણંદપર યક્ષમાં કોઈ માસ્ક વગર જોવા મળશે તો એક હજારનો દંડ

આણંદપર યક્ષમાં કોઈ માસ્ક વગર જોવા મળશે તો એક હજારનો દંડ

આણંદપર(યક્ષ)તા.૧૩

કોરોનાની લહેર શહેર સાથે ગામડાઓમાં પણ પ્રસરી રહી છે.ગામડાઓમાં દિવસેને દિવસે કોરોનાના કેસનો ઉછાળો વાધી રહ્યો છે. પરિણામે ગામડાઓના લોકોની મુશ્કેલીઓ વાધવા લાગી છે.પહેલા કોરોના ને પહોંચી વળવા સરકાર દ્વારા લોક ડાઉન લગાડવામાં આવતું હતું.ગામડાની હાલની પરિસિૃથતિ વણસી રહી છે ત્યારે ગામડાના લોકો ખુદ નિયમો બનાવી કોરોનાના સક્રમણાથી બચવા પ્રયાસો કરી રહ્યા છે.

ત્યારે, આણંદપર(યક્ષ) ગામે કોરોનાની મહામારીમાં વાધારો ના થાય એ માટે ગામ લોકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં ગામમાં જે કોઈ માસ્ક વગર જોવા મળશે તો એક હજારનો દંડ ફટકારવામાં આવશે. લોકોએ એક જગ્યાએ એકઠા ના થવા તેમજ વગર કામે ગામની અંદર ફરવું નહિ.દુકાન,હોટલ કે ચોક કે વાથાણમાં ખોટી રીતે એકઠા થવું નહિ સહિતના નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

બીજા જીલ્લા કે રાજયમાંથી ગામની અંદર આવે તો તેને સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે.આ નિયમો બહારાથી આવતા બાધા લોકોને લાગુ પડશે.તેમજ ગામની અંદર આવેલી દુકાનો સાંજના ૭(સાત) વાગ્યાથી સવારના ૬(છ) વાગ્યા સુાધી દુકાનો સંપૂર્ણ બંધ રાખી લોકડાઉનનું પાલન કરવાનું રહેશે.આવા નિયમો લાગુ કરી સરકારના નિયમોનું પાલન કરી હાલ વાધી રહેલી કોરોનાની મહામારી થી બચી શકાશે આનું પાલન સર્વે ગામલોકો તેમજ બહારાથી આવતા લોકોએ કરવાનું રહેશે.તેવું આણંદપર(યક્ષ) જુાથ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પેાથરાજભાઈ ચુઈયાએ જણાવ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PYEwHK

0 Response to "આણંદપર યક્ષમાં કોઈ માસ્ક વગર જોવા મળશે તો એક હજારનો દંડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel