પશ્વિમ કચ્છના ખેડૂતો ડુંગરાળ જમીનમાં શક્કરટેટીની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવે છે

પશ્વિમ કચ્છના ખેડૂતો ડુંગરાળ જમીનમાં શક્કરટેટીની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવે છે

આણંદપર(યક્ષ)તા,૧૩

પૂરતા ભાવો ન મળવાના કારણે ખેડૂતોની હાલત અતિ ખરાબ થઈ રહી છે એક બાજુ કોરોનાની મહામારી અને વિવિાધ પરિસિૃથતિના કારણે ખેડૂતો પીસાઈ રહ્યા છે. નખત્રાણા તાલુકાના નાગવીરી ગામ અને આ વિસ્તારમાં રવાપર તેમજ ઘડાણી,રસલીયા,રવાપર,નવાવાસ સહિત ગામના ખેડૂતોએ ૪૦૦ એકરમાં શકરટેટીનો વાવેતર કરેલ છે.જેાથી અત્યારે આ વિસ્તારમાં શક્કરટેટી કચ્છ તેમજ ગુજરાતના સુરત, અમદાવાદ, મોરબી, વડોદરા, આણંદ, કલોલ સહિતના વિસ્તારોમાં ટેમ્પા મારફતે મુકવામાં આવી રહી છે.

નાગવીરી ગામના ખેતૂત અગ્રણી કિશોરભાઈ ગોવિંદ ભાદાણીએ કહ્યું હતું કે અઢી મહિનાના આ રોકડિયા પાક આમ તો કચ્છના ખેડૂતો માટે સારો કહેવામાં આવે છે.પણ અત્યારની પરિસિૃથતિમાં કિસાનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.શક્કરટેટીના પાક માટે જમીન રેતાળને બાદ કરતા માટી તેમજ ડુંગરાળ ધડાવાળી જમીન પણ ચાલી શકે છે. મોટાભાગે છાણીયું ખાતર તેમજ સેન્દ્રીય ખાતરનો વાધુ ઉપયોગ કરવામાં આવે છે.તે સાથે થોડા અંશે રસાયણિક ખાતર શરૃઆતમાં આપવામાં આવે છે.ગૌમુત્રનો છંટકાવ અઢી મહિનાના પાક દરમિયાન શરૃઆતમાં   ડ્રીપ પદ્ધતિ થી પાણી આપવામાં આવેછે.તે સાથે મલ્ચિંગ કરીને માધુ રાજા બિયારણ એક કિલોના ૪૦ હજાર ના ભાવ છે.એ નાખવામાં આવે છે.એક એકરમાં ૩૦૦થી ૪૦૦ ગ્રામ નો વાવેતર કરવામાં આવે છે ડ્રીપ  દ્વારા પાણી દર બીજે દિવસે પાણી આપવામાં આવે છે શરૃઆતમાં જમીને રીજાવી  કરી અઢી કલાકે પાણી આપવામાં આવે છે એકર  દીઠ ૧૦ થી ૧૨ ટન ઉત્પાદન મેળવી શકાય છે લોકલ ભાવ ન મળવાના કારણે તેમ જ નખત્રાણા તાલુકામાં એ.પી.એમ.સી માર્કેટ ના હોવાના કારણે ખેડૂતોને ના છૂટકે કચ્છ બહાર માલ  મૂકવો પડે છે  મોરબી,વાપી,અમદાવા,ચીખલી,વલસાડ સહિતના વિસ્તારોમાં મુકવા પાછળ એક કિલો દીઠ ૫ થી ૧૦ રૃપિયાનો ખર્ચ લાગી જાય છે.૨૫ થી ૪૦ રૃપિયાનો ભાવ પહેલા મળતો હતો જે અત્યારે ભાવ તળિયે મળી રહ્યા છે.

 ખેડૂત પ્રકાશભાઈ પટેલ કહે છે કે જાન્યુઆરી થી ફેબુ્રઆરી મહિનામાં વાવેતર કરવામાં આવે છે.પાણી મોડુ પણ ચાલે છે.મીઠું પણ ચાલે છે અને ખારૃ પણ ચાલે છે તે સાથે ૪૦૦ થી ૨૦૦૦ ટી.ડી.એસ.નું પાણી પણ આ ટેટીના પાકમાં ચાલતું હોય છે તેની સાથે ભેજ પકડી શકે એવી જમીન ચાલતી હોય છે  છાણીયું ખાતર ડી.એ.પી.યુરિયા ખાતરની સાથે ગૌમુત્ર પણ આપવામાં આવે છે.

હાલની પરિસિૃથતિમાં ગરમી અસંખ્ય હોવાના કારણે તેમ જ લાલ કાથડી અને ફૂગના કારણે માલ બગડી જાય છે.તેના માટે દવાનો છંટકાવ કરવો જરૃરી છે તે સાથે જે અન્ય દવાઓ  છટકાવ કરવામાં આવે છે.જેમાં ખાટી છાશ અને ૧૯..૧૯ તેમજ ૧૭...૪૦ નું આપવા આવે છે.ચાલીસ વોટર સેલબર દવાનો છંટકાવ કરવામાં આવે છે. નખત્રાણા તાલુકાના ઘડાણી, રવાપર, ખીરસરા, નેત્રા, રસલીયા, ટોડીયા, ખીરસરા, રામપર સહિતના વિસ્તારોમાં શકર ટેટી નું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે.પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતો અને ખાસ કરીને જે નાના ધાધાર્થી છે.એની હાલત કફોડી છે.ખેડૂતો ટેટી ની મીઠાસ જાળવવા જમીનને વારા ફરતી બદલાવામાં આવે છે.નવી જમીન ઉપર સારૃ ઉત્પાદન મળતું હોય છે નખત્રાણા આમ તો કિસાનો બાગાયતી ખેતી તેમજ મગફળી એરંડા કપાસ તેમજ અન્ય પાકો છોડીને બાગાયતી તરફ વળ્યા છે.ત્યારે આ વિસ્તારમાં ટેટ્ટી અને તરબૂચ મોટુ વાવેતર કરવામાં આવેલ છે.  હાલની પરિસિૃથતિમાં આ તૈયાર થયેલો પાક વાધારે ના રહી શકવાના કારણે તાત્કાલિક ધોરણે વેચાણ કરવાનું હોય છે.જેાથી રોજેરોજ માલ જુદા જુદા જિલ્લાઓ અને  શહેરોમાં મૂકવામાં આવે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wVHYn6

0 Response to "પશ્વિમ કચ્છના ખેડૂતો ડુંગરાળ જમીનમાં શક્કરટેટીની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવે છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel