કોરોના કાળમાં શાકભાજી અને ખાણી પીણીના ધંધાર્થીઓને શાકમાર્કટમાં ખસેડવા માંગ
પાટડી : સમગ્ર રાજ્યમાં હાલ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે જ્યારે બીજી બાજુ તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગોને લઈ ગામોગામ માંદગીના ખાટલા જોવા મળે છે ત્યારે પાટડી તાલુકામાં પણ સરકાર અને ખાનગી દવાખાનાઓ દર્દીઓને ઉભરાઈ રહ્યાં છે તેમજ તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે પાટડી તાલુકામાં ગત વર્ષે આવા સમયગાળા દરમ્યાન કોરોનાનો કહેર વધતાં રોડ પર ઉભા રહી શાકભાજીનો ધંધો કરતાં ોકોન દરરોજ અન્ય જગ્યાએ ખસેડવામાં આવતાં હતાં.
જ્યારે હાલમાં પણ શાકભાજી, છુટક વેપાર, ખાણીપીણીની લારીઓ દ્વારા રૂપિયા કમાતા ગરીબ લોકોને જ તંત્ર દ્વારા હટાવવામાં આવતાં નારાજગી જોવા મળી હતી જ્યારે બીજી બાજુ દુકાન ઉપર ભીડ, સરકારી કચેરીઓમાં ભીડ અને બજારમાં પણ લોકોની ભીડ જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા તેઓની સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યાર પાટડીમાં અંદાજે ૩ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે પાલિકા તંત્ર દ્વારા અદ્યતન ૫૨ ઓટલાની પતરાના શેડ નીચ ફલોરીંગવાળી સુવિધા સભર શાકમાર્કેટ બનાવવામાં આવી છે તેના ઓટલાની હરાજી ગત જાન્યુઆરી મહિનામાં થઈ હતી જેમાં ૨૦ જેટલા ઓટલા હરાજીમાં વેચાયા પણ હતા. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી ઓટલા લેનારાઓ શાક માર્કેટમાં જતા નથી અને શાકભાજીવાળાઓના જણાવ્યા મુજબ હાલમાં કોરોના મહામારીના કારણે તેઓના બગીચામાં આવી કાળજાળ ગરમીમાં ખુલ્લા આકાશમાં નીચે ઉભા રહેવા મજબુર કરવામાં આવે છે તેના બદલે સરકાર દ્વારા બનાવવામાં આવેલ શાક માર્કેટ જે છેલ્લા ત્રણ વર્ષથી શોભાના ગાંઠીયા સમાન ઉભી છે તેમાં તેઓને હાલ પુરતી કોરોના મહામારી ઓછી ન થાય ત્યાં સુધી ઉભા રહેવા દેવામાં આવે તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેઓને છાંયો મળી શકે અને શાકભાજી, ફળ, ફ્રુટ પણ ગરમીથી બગડ ન થાય તેમજ શાકભાજી લેવા આવનાર ગ્રાહકોને પણ ગરમીથી રક્ષણ મળે માટે હાલ પુરતું શાક માર્કેટમાં છુટક શાકભાજીનો ધંધો કરનાર લોકોને પાલિકાની શાક માર્કટમાં ઉભા રહેવા માટેની મંજુરી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32jJmSE
0 Response to "કોરોના કાળમાં શાકભાજી અને ખાણી પીણીના ધંધાર્થીઓને શાકમાર્કટમાં ખસેડવા માંગ"
Post a Comment