લખતર શહેર અને આસપાસના ગામોમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

લખતર શહેર અને આસપાસના ગામોમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ વેપારીઓ અને દુકાનદારો દ્વારા તંત્ર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે લખતર શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં લખતર વેપારી એસોશીએસન મંડળ દ્વારા આજથી આગામી તા.૨૭-૦૪-૨૦૨૧ સુધી તમામ દુકાનો અને બજારો બપોરના ૨-૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સતત સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના વાયરસની ચેઈન તોડવા અને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે વેપારીઓ અને દુકાનદારો સાવચેત બન્યા છે. ત્યારે લખતર મામલતદર કચેરી ખાતે મામલતદાર ડો.પલકબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં વેપારી એસોશીએસન મંડળના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વેપારી એસોશીએસન તેમજ કરીયાણા, શાકભાજી, ફ્રુટવાળા, બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ અને દુકાનદારો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં સર્વાનુમત્તે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજથી આગામી તા.૨૭ એપ્રિલ સુધી લખતર શહેરની તમામ બજારો અને દુકાનો બપોરે ૨-૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો જ્યારે આ મામલે લખતર પીએસઆઈ સહિતના સ્ટાફને આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી તેમજ તંત્ર દ્વારા પણ કોઈપણ જાતની જરૂરીયાત પડે તો અધિકારીઓને જાણ કરવા જણાવ્યું હતું. આમ લખતર શહેરની બજારો આજથી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e8al9i

0 Response to "લખતર શહેર અને આસપાસના ગામોમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel