ડેમ પાસે માછીમારી કરવા મુદ્દે 2 શખ્સોએ મહિને 50 હજારની ખંડણી આપવા ધમકી આપી
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જીલ્લામાં લુંટ, ચોરી, હત્યા, ખંડણી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના જુના જશાપર ગામના ડેમના ઓગાન પાસે બે થી ત્રણ શખ્સોને માછીમારવા જેવી બાબતે જાનથી મારી નાંખવાની ધમકી તેમજ દર મહિને રોકડ રકમની ખંડણી અને જાતિ અપમાનીત કર્યા અંગેની ફરિયાદ સાયલા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે રહેતાં ફરિયાદી કલ્પેશભાઈ હિંમતભાઈ સાપરા મતસ્ય ઉદ્યોગ સહકારી મંડળી નાની કઠેચીના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અને છેલ્લા પાંચ વર્ષથી લીંબડી ભોગાવો-૧, થોરીયાળી ડેમ જશાપર ખાતે માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને રાજકોટ નાયબ મતસ્ય ઉદ્યોગ નિયામક દ્વારા સાયલા તાલુકાનો થોરીયાળી ડેમ માછીમારી કરવા માટે આપ્યો છે ત્યારે તાજેતરમાં થોડા દિવસો પહેલા સાયલા તાલુકાના સેજકપર ગામે રહેતાં રાજુભાઈ લખુભાઈ ખવડ ડેમ પર આવ્યાં હતાં અને ફરિયાદીને તેમજ સાહેદ મેલાભાઈ રમણભાઈ દેવથરા અને ભાયલાભાઈ ભુવાતરા સહિતનાઓને તમંચો બતાવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ડેમ પર માચ્છીમારી કરવી હોય તો દર મહિનો રૂા.૫૦,૦૦૦ની ખંડણી માંગી જાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં જે અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mYIw7q
0 Response to "ડેમ પાસે માછીમારી કરવા મુદ્દે 2 શખ્સોએ મહિને 50 હજારની ખંડણી આપવા ધમકી આપી"
Post a Comment