કચ્છમાં કોરોનાનું તાંડવઃ પાંચ મોત સાથે નવા ૯૪ પોઝિટિવ દર્દીઓ
ભુજ,રવિવાર
છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં કોરોનાથી બે ત્રણ વ્યકિતઓના મોત થવાની ઘટનાઓ ઘટી રહી છે. તેવામાં આજે રવિવારે કચ્છમાં કોરોનાએ તાંડવ મચ્યો હોય તેમ એક જ દિવસે પાંચ વ્યકિતઓના મોત થયા હતા. એટલુ જ નહિં, કોરોનાના વધુ નવા ૯૪ કેસો નોંધાતા ફફડાટ મચી ગયો છે. એકતરફ પોઝીટીવ અને મૃતકોની સંખ્યા વાધી રહી છે આમ છતા આંકડા છુપાવાઈ રહ્યા છે પરંતુ જે રીતે રેકર્ડ પર આંકડા આવી રહ્યા છે તે જોતા પણ શંકા ઉપજે છે કે આરોગ્ય વિભાગ સાચી વિગતો બહાર લાવતુ નાથી.
ધાયા હતા તો આજે રવિવારે એક જ દિવસે પાંચ વ્યકિતઓના મોતાથી હાહાકાર મચી ગયો છે. તેમજ નવા ૯૪ પોઝીટીવ કેસો સાથે કુલ કેસોનો આંક ૫૯૪૯ થયો છે. એકટીવ પોઝીટીવ કેસો વાધીને ૭૩૧ થઈ ગયા છે. સૌથી વધુ કેસો ભુજમાં ૨૫ અને ગાંધીધામ શહેરમાં ૧૯ કેસો નોંધાયા હતા. જયારે રાપરમાં તાલુકામાં માત્ર એક જ કેસ નોંધાયો હતો. વર્તમાન સમયમાં શહેરી વિસ્તારમાં કોરોનાના કેસો વાધી રહ્યા છે.
આજે નોંધાયેલા પોઝીટીવ કેસો સાંજે જાહેર થતા જ કચ્છવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી. આ આંકડા જોતા પરિસિૃથતી કેટલી બેકાબુ હશે તે તે જાણી શકાય છે. કોરોનાથી પાંચના મોત થવાનો આંક અત્યાર સુાધીનો સૌથી મોટો આંક છે. સાજા થયેલા ૩૪ દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાથી મોત થવાના બનાવોમાં વાધારો થઈ રહ્યો હોવા છતા બજારોમાં ભીડ જોવા મળે છે. હોસ્પીટલની આસપાસના વિસ્તારોમાં પણ રહેતી ભીડ ખતરનાક સાબિત થાય તેમ છે. હજુ પણ સાંજના ભાગે લોકો વોકમાં નિકળે છે. તો નાસ્તાના ધંધાર્થીઓને ત્યાં જોવા મળતી ભીડ યોગ્ય નાથી. બજારોમાં પણ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન જળવાતુ નાથી. તેમજ માસ્ક પહેરવા મામલે પણ બેદરકારી દાખવાઈ રહી છે ત્યારે એકટીવ પોઝીટીવ કેસોની સાથોસાથ હવે મોતના બનાવોમાં વાધારો થઈ રહ્યો છે ત્યારે લોકોએ સ્વયંભુ જાગૃત થવાની જરૃર છે.
રાપર- બાલાસર પોલીસના અનેક કર્મચારી કોરોનામાં સપડાયા
કોરોનાનો કહેર વાધી ગયો છે ત્યારે રાપર બાલાસર પોલીસના અનેક કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા છે. કાયદો-વ્યવસૃથા જાળવવા માટે રાત-દિવસ ખડેપગે સેવા આપતા પોલીસ કર્મચારીઓ કોવિડના સંકજામાં આવી જતાં ભય ફેલાયો છે. રાપર પોલીસ સ્ટેશનમાં ચાર થી પાંચ અને બાલાસર માથકના ત્રણ જેટલા જવાન તેનો ભોગ બન્યા છે. જેાથી આજે રાપર પોલીસ લાઈન કે જ્યાં પોલીસ પરિવાર સાથે રહે છે તે સૃથળે સેનીટાઈેઝેશન કરાયું હતું. ઉપરાંત સાફ-સફાઈ કરવામાં આવી હતી. જે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા તેમને હોમ આઈસોલેટ કરાયા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3efcXlE
0 Response to "કચ્છમાં કોરોનાનું તાંડવઃ પાંચ મોત સાથે નવા ૯૪ પોઝિટિવ દર્દીઓ"
Post a Comment