ભુજ હોસ્પિટલમાં ૨૦ જેટલા મૃતદેહો PPE કીટમાં વીંટળાયેલા હોવાનો વિડિયો વાયરલ

ભુજ હોસ્પિટલમાં ૨૦ જેટલા મૃતદેહો PPE કીટમાં વીંટળાયેલા હોવાનો વિડિયો વાયરલ

ભુજ,રવિવાર

કચ્છમાં કોરોના આજે પાંચ વ્યકિતઓને ભરખી ગયો હતો. તેના પરાથી અંદાજ લગાવી શકાય છે કે, કચ્છમાં સિૃથતી કેટલી બેકાબુ હશે તેવામાં આજે હોસ્પીટલમાં ૨૦ જેટલા મૃતદેહો પીપીઈ કીટમાં વીંટળાયેલા હોય તેવો વિડીયો સોશ્યિલ મિડીયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. તો બીજીતરફ, મૃતદેહોની બોડીને વીંટાળી રહેલા સ્ટાફ દ્વારા કચ્છી ભાષામાં કંઈક બોલાતુ હોવાથી આ વિડીયો ભુજની જનરલ હોસ્પીટલનો હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવે છે. જો કે, હોસ્પીટલના સતાવાળાઓ કંઈ જ બોલવા તૈયાર નાથી.

કચ્છમાં કોરોનાથી દર્દીઓના મોત થવાનો સિલસિલો જારી છે. રોજના રેકર્ડ પર બેાથી ત્રણ મોત બતાવાઈ રહ્યા હતા. દરમિયાન, આજે પાંચ લોકોના મોત થયા હતા. તેવામાં આજે સોશ્યિલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોએ હડકંપ મચાવી દીધો છે. ભુજની કોવીડ હોસ્પીટલમાં મોતનું તાંડવ સર્જાયુ હોય તેમ એક સાથે ૨૦ જેટલા મૃતદેહો પીપીઈ કીટમાં વીંટળાયેલા જોવા મળ્યા હતા. વિડીયોના ચિત્ર જોતા લાગી રહ્યુ છે કે તે વિડીયો ભુજની જનરલ હોસ્પીટલનો છે. જો કે, સતાવાળાઓ મૌન છે. તો વળી, ડેડ બોડીને વીંટાળતા સ્ટાફ દ્વારા કચ્છી ભાષામાં કંઈક બોલવામાં આવી રહ્યુ છે એટલે તેના પરાથી ફલિત થાય છે કે, તે વિડીયો ભુજની જનરલ હોસ્પીટલનો જ હોવો જોઈએ. 

તો આ વિડીયો કયારનો છે તે સ્પષ્ટ થયુ નાથી. પરંતુ, જો આ વિડીયો ખરેખર ભુજની જનરલ હોસ્પીટલનો હોય તો ચિંતાજનક બાબત છે. પોઝીટીવ કેસોની સંખ્યા સતત વાધતી જાય છે તો હવે મોતનો આંકડો પણ ધીરે ધીરે વાધી રહ્યો છે. તેવામાં ભુજની કોવીડ હોસ્પીટલમાં કોરોનાએ હાહાકાર મચાવતા હોસ્પીટલમાં મોતનું તાંડવ જોવા મળ્યુ હતુ. જો કે, સરકારી ચોપડે ખોટો આંક દર્શાવાય છે. મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હોવાના બીજા જ દિવસે આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32rf4xu

0 Response to "ભુજ હોસ્પિટલમાં ૨૦ જેટલા મૃતદેહો PPE કીટમાં વીંટળાયેલા હોવાનો વિડિયો વાયરલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel