પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું

પાલનપુર તા.12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રકિયા અંતિમ ચરણમાં છે તેમ છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારો ની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી તો બીજી બાજુ કોંગ્રેસમાં મૌખિક સૂચનાથી ઉમેદવારી પત્રો ભરાય રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા શુક્રવારે વોર્ડ નંબર ૧ થી ૧૧ માં ઉમેદવારો ને ફોર્મ ભરવા અંગે ટેલીફોનીક સૂચના અપાતા સંભવીત ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રીયા હાથ ધરી હતી જોકે ભાજપના સંભવીત ઉમેદવારો માં કેટલાક પૂર્વ નગરસેવકો ની બાદબાકી થતા અને વંશવાદ ચાલતા ભાજપના કાર્યકરોમાં વિરોધ જોવા મળ્યો હતો જેમાં વોર્ડ નંબર ૧ અને ૭ માં  સંભવીત ઉમેદવારોના વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે દેખાવો યોજાયો હતો.

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઈ કોકડું ગૂંચવાયું છે જેમાં દાવેદારો ની ટીકીટ કપાવાને  બળવો થવાના ભયથી ભાજપ દ્રારા હજુ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરાઈ નથી અને સંભવિત ઉમેદવારોને ફોર્મ ભરવા ટેલિફોનિક સૂચના અપાઈ છે આ સંભવિત ઉમેદવારોમાં ગત ટર્મમાં અનેક ઉમેદવારોના નામ પર ચોકડી મારવામાં આવી હોય અને તેમની જગ્યાએ તેમના પરિવારના સભ્યને ઉમેદવાર બનાવતા આ સંભવિત ઉમેદવારો ભાજપ કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ફોર્મ ચકાસણી કરાવીને ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા જોકે ભાજપ દ્વારા કેટલાક વોર્ડમાં પસંદગી કરેલા ઉમેદવારોનો વિરોધ થતા રહીશો દ્વારા હોબાળો મચાવી વિરોધ નોંધાવવામાં  આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર એકમાં વંશવાદને મુદ્દે પૂર્વ નગરસેવક શાંતિભાઇ પઢીયારના પોસ્ટરો બાદ બેનરો લગાવીને રહીશો દ્રારા વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે આયાતી ઉમેદવાર મુદ્દે પૂર્વ પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી અને પૂર્વ ઉપપ્રમુખ હેતલનબેન રાવલનો વિરોધ કરાયો હતો જ્યારે  વાર્ડ નં.૭ માં પણ ભાજપ ના મહિલા ઉમેદવારને લઈ કાર્યકરો એ નારાજગી જતાવી હતી જેમાં કેટલાક નારાજ કાર્યકરો ભાજપ કાર્યાલય દોડી આવી ત્યાં દેખાવો યોજ્યો હતો અને કાર્યાલયની તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો  આમ પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો ની પસંદગી પૂર્વે જ ભાજપમાં ભડકો થતા રાજકીય ગરમાવો છવાયો છે તો બીજી બાજુ કાર્યકરો માં સંભવિત ઉમેદવારોના વહેતા થયેલા નામોને લઈને કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા  હતા.

વોર્ડ નંબર-૧માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કરાયો

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં ગત ટર્મના ભાજપના નગરસેવક શાંતિભાઈ પઢીયારને ટીકીટ ન આપવા પોસ્ટર યુદ્ધ ખેલાયું હતું અને તેમને ટિકીટ અપાશે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ હતી જેને લઈ ભાજપ દ્રારા શાંતીભાઈ પઢીયારની ટિકીટ કાપીને તેમના પુત્રને ફોમ ભરી દેવા સૂચના આપવામાં આવતા તેમજ અહીંના મહિલા નગરસેવક સંતોકબેન ગોસાઈ ની ટિકિટ કાપીને નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ હર્ષાબેન મહેશ્વરીને વોર્ડ નંબર એકમાં ફોમ ભરવા લીલી જંડી આપી દેતા અહીંના મતદારોએ આ બન્ને ઉમેદવારોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

વોર્ડ નંબર-૭માં મહિલા ઉમેદવારને લઈ ભાજપ કાર્યાલયે દેખાવો કરાયો

ભાજપ દ્રારા પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૭ માં કોંગ્રેસના પૂર્વ નગરસેવક અશોક પુરોહિતની પત્નીને ઉમેદવારી પત્ર ભરવા સૂચના  આપતા વિવાદ સર્જાયો છે જેમાં આ વિસ્તારના કાર્યકરો ભાજપ કાર્યાલય દોડી આવ્યા હતા જ્યાં મહિલા ઉમેદવારની ટિકીટ કાપવાની માંગ સાથે દેખાવો કરાયો હતો અને ભાજપ કાર્યાલયને તાળાબંધી કરવાનો પ્રયાસ પણ કરાયો હતો.

ઉમેદવારોની પસંદગીમાં વંશવાદ ચાલ્યો

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉંમર તેમજ ત્રણ ટર્મ ચૂંટણી જીતવા વાળા ગતટર્મના કેટલાક ઉમેદવારોની ટિકીટ કાપી છે સાથે તેમની જગ્યાએ તેમના પુત્ર પુત્રી તેંમજ પુત્રવધુ ને ઉમેંદવારી કરવા સૂચના આપતા ચૂંટણી લડવા માંગતા કાર્યકરોમાં નારાજગી છવાઈ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u4p4cy

0 Response to "પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel