મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ નવા ચહેરા મુકી જુગાર ખેલ્યો

મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ નવા ચહેરા મુકી જુગાર ખેલ્યો

મહેસાણા તા.12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ભારે ખેંચતાણ વચ્ચે શુક્રવારના રોજ ભાજપ દ્વારા મહેસાણા જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં મોટા ભાગના જૂના સભ્યને પડતા મૂકવામાં આવ્યા છે જ્યારે નવા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પસંદ કરવામાં આવેલા પોતાના ઉમેદવારોને મૌખિક સૂચના આપી ઉમેદવારી ફોર્મ ભરવાનું કહી દેવામાં આવ્યું છે. તે જોતા કોંગ્રેસમાં ગત વખતે ચૂંટાયેલા કેટલાક સભ્યોને રીપીટ કરવામાં આવ્યા હોય તેવું જણાય છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જિલ્લા પંચાયતની કેટલી બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતાર્યા હોવાથી ચૂંટણીના પરિણામો ખૂબ જ રસપ્રદ બને તેવી શક્યતાઓ જણાય છે.

મહેસાણા જિલ્લા પંચાયતની આગામી ૨૮મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. પાંચ વર્ષ સુધી હેમખેમ સત્તા ભોગવી ને કોંગ્રેસ ફરીવાર મેદાનમાં આવી છે. જોકે આ વખતે બળવો થવાના ડરે કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી પોતાના પત્તાં ખોલ્યા ન હતા. દરમિયાન શુક્રવારે ભાજપ દ્વારા મહેસાણા જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં સગાવાદ કે ૬૦ વર્ષથી ઉપરના લોકોની ટિકિટ નહીં આપવા ક્રાઈટેરિયા બનાવવામાં આવ્યો હતો.

પરંતુ આજે જાહેર કરવામાં આવેલા ભાજપના ઉમેદવારો માં કેટલીક બેઠકો ઉપર આ નિયમનો ભંગ થયો હોવાનું જાહેર થતાં પક્ષના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો. કડી, વિજાપુર, વિસનગર,ખેરાલુ વડનગર તાલુકામાં આવેલી કેટલી બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી સંદર્ભે ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ મહેસાણા જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો ઉપર પક્ષના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ટેકેદારો સાથે સરકારી કચેરીમાં પહોંચીને રજૂ કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસ પક્ષે કંઈ કાચું કપાય તે માટે પોતાના પસંદગીના ઉમેદવારોને ફોર્મ ભરી દેવા મૌખિક સૂચના આપી હતી. જેમાં અત્યાર સુધીમાં વિસનગર તાલુકામાં સમાવિષ્ટ મહેસાણા જિલ્લા પંચાયતની ગોઠવા બેઠક ઉપરથી પૂર્વ  મહિલા પ્રમુખ શીલા બેન પટેલ અને તેમના પતિ સુધીર પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરી દીધું છે. જ્યારે વિજાપુર તાલુકાની લાડોલ બેઠક ઉપરથી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હર્ષદ પટેલ મામલતદાર કચેરી ખાતે જઈને બીજી ટર્મ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

મહેસાણા જિલ્લા પંચાયતની ૪૧ બેઠકો માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં પાટીદાર સમાજને પ્રાધાન્ય અપાયું હોય તેવું લાગે છે. ગઈ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપના ગઢ સમાન જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મોટો ફટકો પડયો હતો અને જીલ્લા પંચાયત ઉપરાંત મોટાભાગની તાલુકા પંચાયત અને નગરપાલીકાઓમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વખતે મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા કબજે કરવામાં આવે તેવા હેતુથી ભાજપે ટિકિટોની ફાળવણી કરી હોવાનું જણાય છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ સામાજિક બેલેન્સ કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનું તેમજ ફરીવાર મહેસાણા જિલ્લા પંચાયતમાં સત્તા કબજે કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qgybod

0 Response to "મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ નવા ચહેરા મુકી જુગાર ખેલ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel