પાટણમાં કોંગ્રેસના ઉમેદવારોએ મેન્ડેડ વગર ફોર્મ ભયા

પાટણમાં કોંગ્રેસના ઉમેદવારોએ મેન્ડેડ વગર ફોર્મ ભયા

પાટણ તા.12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ભાજપ દ્વારા ગત રોજ પાટણ પાલિકાની ૧૧ વોર્ડ ની ૪૪ બેઠક્ક ની ઉમેદવારો  જાહેર થતાં આ ૧૧  વોર્ડ માંથી કેટલાક ઉમેદવારોએ ભાજપ પક્ષમાંથી ચૂંટણી ફોર્મ ભર્યા છે.તો કોંગ્રેસ ની વાત કરીએ તો કોંગ્રેસના  ચૂંટણી લડવા ઇચૂક ઉમેદવારો એ કોંગ્રેસ ના મેન્ડેટ વગર મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે .બીજી તરફ આમ આદમી પાર્ટી અને ભાજપના બળવાખોર કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.પ્રાંત ઓફીસ પાટણ મા ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યા હતા.

હવે આજે ચૂંટણી ફોર્મ ભરવા માટે નો છેલ્લો દિવસ હોઈ પાટણ પાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે છેલ્લો દિવસ છે ૧૫મી ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી બાદ ૧૬ તારીખે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ત્યાર બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે આજના દિવસની વાત કરીએ તો ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોમાં વિરોધનો સૂર ઉભો થયો છે .સૌપ્રથમ કોંગ્રેસી વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પાટણ શહેરના આગેવાનો અલકાબેન દરજી એ આજે કોંગ્રેસ સામે આક્ષેપો કરી પોતે અપક્ષ જ ચૂંટણી લડશે એવું જાહેર કરી હતી અને તમામ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે .બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પરંતુ મેન્ડેટ કોઈને મળી નથી સાથે સાથે ભાજપની વાત કરી તો ભાજપે પણ વિરોધ ના સામનો કરવો પડયો છે આજે દસ જેટલા ભાજપના નેતાઓએ આ પક્ષમાં હાલ ફોર્મ ભર્યા છે .ત્યારે પાટણ શહેર ભાજપ હવે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરવી પડશે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ની વાત કરીએ તો  પાટણ જિલ્લાની વાત કરીએ તો બંને પક્ષમાં ક્યાંકને ક્યાંક અસંતોષનો ઉકળતો ચરૂ દેખાઈ આવે છે કોંગ્રેસ માટે મેન્ડેટ  કોને આપીવો  તે એક પેચીદો પ્રશ્ન છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qlR5Kg

0 Response to "પાટણમાં કોંગ્રેસના ઉમેદવારોએ મેન્ડેડ વગર ફોર્મ ભયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel