ચૂંટણીનો જંગ જામ્યો : ભુજ સહિત કચ્છભરમાં ફોર્મ ભરવાનો ધમધમાટ

ચૂંટણીનો જંગ જામ્યો : ભુજ સહિત કચ્છભરમાં ફોર્મ ભરવાનો ધમધમાટ

ભુજ,ગુરૃવાર

ભાજપે ગુરૃવારે યાદી જાહેર કર્યા બાદ આજે કચ્છભરમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જિલ્લા માથક ભુજ ખાતે કલેક્ટર ઓફિસ ખાતે દિવસભર ફોર્મ ભરવાનો ધમાધમાટ વર્તાયો હતો. એક તરફ ભાજપે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે કોંગ્રેસે યાદી બહાર પાડી નાથી પરંતુ સંભવિત ઉમેદવારોએ ફોર્મ ભરવાના ચાલુ કરી દીધા છે.

આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે ફોર્મ ભરવાનો ધમાધમાટ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભુજમાં પાલિકાના ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યા હતા. વિવિાધ વોર્ડમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ ફોર્મ ભરીને જીતની આશા વ્યકત કરી હતી. બીજીતરફ, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી નાથી પરંતુ આજે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. બાકીના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. તો કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના શાસનમાં ભુજનો વિકાસ ખાડે ગયો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ શાસિત પાલિકા બનશે તો પાણી, ગટર અને રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સમસ્યાઓને  વાચા આપવામાં આવશે અને ભુજને ભ્રષ્ટાચાર મુકત બનાવાશે. દરમિયાન, આજે ટિકિટ ફાળવણી મુદે પક્ષમાં કોઈ અસંતોષ ન હોવાનું જિલ્લા ભાજપના મહામંત્રીએ જણાવ્યુ હતુ તો ભાજપના આંતરિક ખટરાગનો કોંગ્રેસને સીધો ફાયદો થશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZfLuZS

0 Response to "ચૂંટણીનો જંગ જામ્યો : ભુજ સહિત કચ્છભરમાં ફોર્મ ભરવાનો ધમધમાટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel