ટિકિટ વહેચણીમાં રહી ગયેલાઓ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ચક્કાજામ સર્જી દઈ વિરોધ કરાયો

ટિકિટ વહેચણીમાં રહી ગયેલાઓ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ચક્કાજામ સર્જી દઈ વિરોધ કરાયો

ગાંધીધામ, શુક્રવાર

સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે એ ટાંકણે અત્યાર સુાધી શિસ્તબધૃધ મનાતા ભાજપની આબરુના લીરા ઉડી રહ્યા છે. જેમને ટીકીટ ફાળવવામાં આવી છે તેઓ તો ખુશ છે પણ જેમનું પત્તું કપાઈ ગયું છે તે હવે વિરોધમાં ઉતરી આવ્યા છે અને જો પક્ષ તેમની અવગણના કરશે તો વિપક્ષના ખોળે બેસવામાં આવશે તેવી ધમકીઓ સુધૃધાં આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં ગાંધીધામના જ આ કાર્યાલય ખાતે અમુક ચોક્કસ સમાજની વ્યક્તિઓ અને શહેર પ્રમુખ વચ્ચે અપશબ્દોની આપ-લે બાદ હાથાપાઈ સુધૃધાંની ઘટના બની હતી તેનો ઉલ્લેખ કરી, શહેર પ્રમુખે જ આ કારસ્તાન કરાવ્યું હોવાનો આક્ષેપ પણ ઉઠાવ્યો હતો અલબત, શહેર ભાજપ પ્રમુખ પુનીત દૂાધરેજીયાએ આ બાબતે નન્નો ભણ્યો હતો અને કહ્યું હતું કે, ટીકીટ ફાળવણી નિરિક્ષકો કરે છે અને તેમાં સૃથાનિક લેવલનું કાંઈ ચાલતું નાથી, જેમને અસંતોષ છે તેઓ હાઈ કમાન્ડ આગળ રજુઆત કરવા સ્વતંત્ર છે, બાકી નીચલા લેવલની નેતાગીરી પર આક્ષેપ ઉઠાવવાનું કાર્ય ખોટું છે. 

આજે ગાંધીધામ ભાજપ કાર્યાલય ખાતે આવું એક વિશાળ ટોળું ઉમટયું હતું જેણે કોઈની પણ સાડા બારી રાખ્યા વિના જ હો-હલ્લો કરતાં શિસ્તબધૃધ પક્ષની છાપના છોતરાં ઉડયા હતા અને લોકોને માટે જાણે તમાશો જોવા મળ્યો હતો. કમલમ તરીકે ઓળખાતા ભાજપના દરેક કાર્યાલય અંતર્ગત ગાંધીધામ ખાતે જેમને ટીકીટ મળી નહોતી તેવા અનેક લોકો ટેકેદારો સાથે કમલમ ખાતે ધસી ગયા હતા અને સુત્રોચ્ચાર સાથે કાર્યાલય ગજવ્યું હતું અને શહેરના અન્ય ભાજપી આગેવાનોની મસમોટી સમજાવટ બાદ જ આ ટોળું શાંત તો થયું હતું પણ વિખેરાયું નહોતું. એક તબક્કે તો ઉશ્કેરાયેલા ટેકેદારો દ્વારા હાથમાં પથૃથર ઉપાડી લીધા હોઈ મોટી ઘટનાના સઘડ મળતા હતા પરંતુ નાકામ થયેલા ઉમેદવારોએ બાજી સંભાળી લઈ પથૃથરો હેઠા મુકાવ્યા હતા અને ઘીના ઠામમાં ઘી પડી રહે એ માટે પ્રયત્નો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, પક્ષમાં કોઈ ચોક્કસ હોદો ભોગવતા સભ્યને ટીકીટ આપવામાં નહી આવે પરંતુ ગાંધીધામમાં શહેર પ્રમુખ પુનિત દૂાધરેજીયાને ટીકીટ અપાતા પાટીલની વાણી એળે ગઈ હોવાની લાગણી ફેલાતાં વાધારે આક્રોશ ફેલાયો હતો. તો અન્ય અમુક ઉમેદવારો પણ પક્ષમાં હોદો ધરાવતા હોવા છતાં તેમને ટીકીટની ફાળવણી કરવામાં આવતાં વિરોધનો વંટોળ ફેલાયો હતો.

બીજી તરફ અત્યાર સુાધી એટલે કે છેલ્લા અઢી દાયકાથી ગાંધીધામમાં વિપક્ષના પદે માંડ-માંડ રહીને અસ્તિત્વ ટકાવનાર કોંગ્રેસને પણ વિરોધનો એરુ આભડી ગયો હતો. કોંગ્રેસ દ્વારા લેખિત મેન્ડેટને સૃથાને ટેલીફોનીક મેન્ડેટ આપી, ફોર્મ ભરતી વખતે જે-તે આગેવાન દ્વારા મેન્ડેટ આપવામાં આવશે એવી જાહેરાત થતાં જ જેમને ફોન આવ્યા નહોતા તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. સ્વાભાવિક જ, ઉમેદવારી માટે જોગવાઈઓ કરી રાખનારા તત્વો માટે આ બાબત આઘાતજનક સાબીત થઈ હોવાથી, તેમને અને તેમના ટેકેદારોને લાગી આવે એ સમજી શકાય એવી બાબત છે. આ સબંધે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારોનું સીલેક્શન ઉપલી કક્ષાએાથી મોવડી મંડળ દ્વારા થાય છે અને તેમાં સૃથાનિક લેવલે કોઈ હસ્તક્ષેપ થઈ શકતો નાથી. તેમણે સૃથાનિકે વિરોધ થયો હોવાની બાબતને સમાર્થન આપી જણાવ્યું કે, જેમને ટીકીટ નાથી મળી તેઓ વિરોધ કરે એ સ્વાભાવિક બાબત છે બાકી આમા મોવડી મંડળની ઈચ્છા વગર કશું થઈ શકે એમ નાથી. બીજી તરફ કોંગ્રેસના જ અમુક સુત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વગર વિચાર્યે ટીકીટ આપી પોતાની હાર માગી રહી છે અને તેમાં પક્ષનો નહી, ન જીતી શકનાર ઉમેદવારનો હાથ વધુ મહત્વનો છે. આ નારાજ કોંગ્રેસીઓએ તો ત્યાં સુાધી કહ્યું હતું કે, ભૂતકાળમાં પણ સામેના ઉમેદવાર પાસેાથી નાણાં મેળવી લઈ હારી જવામાં ખુશી અનુભવતા અનેક ઉમેદવારોના દાખલા અમસ્તા નાથી બોલાતા !



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tUg9KI

0 Response to "ટિકિટ વહેચણીમાં રહી ગયેલાઓ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે ચક્કાજામ સર્જી દઈ વિરોધ કરાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel