મુંદરા ભાજપમાં ભડકો : ટિકિટ કપાતા ભાજપના અસંતુષ્ટો અપક્ષ તરીકે લડશે

મુંદરા ભાજપમાં ભડકો : ટિકિટ કપાતા ભાજપના અસંતુષ્ટો અપક્ષ તરીકે લડશે

ભુજ, ગુરૃવાર

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ગુરૃવારે જિલ્લાની ૪૪૦ બેઠકોના ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ એક તરફ ખુશીનો માહોલ છે તો બીજીતરફ અસંતુષ્ટોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો જાહેર થયાના આજે બીજા દિવસે નારાજ હોદેદારોએ પોતાના પ્રાથમિક સભ્ય પદેાથી રાજીનામા ધરી દીધા હતા. અબડાસા, લખપતમાં નારાજગીના સુર ઉઠયા છે તો મુંદરામાં તો ભાજપમાં ભડકો થયો છે. પ્રાથમ વખત જ યોજાઈ રહેલી મુંદરા-બારોઈ પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસરની ટિકીટ કપાતા હવે મુંદરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની લડાઈ સર્જોશે. જેસરે આજે પાલિકાના જુદા જુદા છ વોર્ડોમાં અપક્ષ તરીકે અસંતુષ્ટો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.

મુંદરામાં જેસરની ટિકિટ કપાતા તેઓ રોષે ભરાયા છે. મુંદરામાં ભાજપના સંગઠનના હોદેદારોએ રાજીનામા આપી દીધા હતા. ગ્રામ પંચાયત પછી મુંદરામાં પ્રાથમ વાર જ પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે પરંતુ પાલિકાની રેસમાં આગળ પડતા છતા પણ પૂર્વ સરપંચનું પતુ કપાતા તેઓ આજે પોતાના સમાર્થકો સાથે આગળ આવ્યા હતા. અને વિરોધ વ્યકત કર્યો હતો. પરિણામે  મુંદરામાં હવે ભાજપ સામે ભાજપના સદસ્યો પડકાર બની ગયા છે. જુના જોગીઓની ટિકિટ કપાતા અને નવા ચહેરાઓને સૃથાન અપાતા નવા જુનીના એંધાણ વર્તાશે.

જેસરે આજે પોતાના સમાર્થકો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા પ્રમુખના કાન ભંભેરવામાં આવ્યા છે. અને ચોક્કસ ગોઠવણીથી નામો નકકી કરાયા છે. એટલે મુંદરાના વોર્ડ નં. ૧,૨,૩ અને ૫,૬,૭માં ભાજપના અસંતુષ્ટો અપક્ષ તરીકે ચૂંટણી લડશે. તેમણે જણાવ્યુ હતુુ કે, જો મારો વિરૃધૃધ હોત તો હું સરપંચ ન બની શકત. ૧૫૦૦ મત ખારવા સમાજના હોવા છતા એક જ ટિકિટ ફાળવાઈ છે. કાન ભંભેરણીથી નામો નકકી કરવામાં આવ્યા છે. પહેલા કહેવામાં આવ્યુ હતુ કે, તમારી ટિકિટ ફાઈનલ છે પરંતુ પાછળાથી પોતાના પરિવારને ઘુસાડવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, એક પરિવારમાં એક જ ટિકિટ અપાશે તો પણ એક જ પરિવારમાંથી બબ્બે વ્યકિતઓને ઘુસાડવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખે પણ એક હોદો તેને ટિકિટ નહિં છતા તેની પણ અવહેલના કરાઈ છે.  તેઓ અપક્ષ તરીકે ઉભા રહીને ટિકીટ લડશે,  ફોર્મ કોઈ પણ રીતે પાછા ખેંચાશે નહિં. મુંદરા-બારોઈ પાલિકાની ચૂંટણીમાં ત્રીજો મોરચો સજજ થતા ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ બની રહેશે. અસંતુષ્ટઓે પોતાની પેનલ બનાવીને ચૂંટણી લડવાનું મન મનાવી લેતા મુંદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો  છે . ભાજપના જુના કાર્યકર્તાઓને બાકાત રખાતા નારાજગી ફેલાઈ છે. આજે મુંદરા ઉપરાંત અબડાસા, લખપતમાં પણ નારાજગી સાથે રોષ ભભુકી ઉઠયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rSjAPU

0 Response to "મુંદરા ભાજપમાં ભડકો : ટિકિટ કપાતા ભાજપના અસંતુષ્ટો અપક્ષ તરીકે લડશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel