ઊંઝા નગરપાલિકામાં ચુંટણી ફોર્મ ભરવા સમર્થકો સાથે ઉમેદવારોનો રાફડો ફાટયો

ઊંઝા નગરપાલિકામાં ચુંટણી ફોર્મ ભરવા સમર્થકો સાથે ઉમેદવારોનો રાફડો ફાટયો

ઊંઝા,તા.12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ઊંઝા નગરપાલિકામાં આજે ચુંટણી ફોર્મ ભરવા સમર્થકો સાથે આવતા ઉમેદવારોનો રાફડો ફાટતાં નગરપાલિકા કમ્પાઉન્ડમાં ભારે ભીડ થતાં જાણે કોરોના સંપૂર્ણ ચાલ્યો ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાની સરકારી ગાઈડલાઈનના આજે પાલિકા કમ્પાઉન્ડમાં લીરેલીરા ઉડયા હતા.

કોરોનાની જાહેર ગાઈડ લાઈન હેઠળ માસ્ક પહેર્યું નહી હોય તો પણ હજાર રૂપિયાનો દંડ ફટકારતી પોલીસ આજે મૂકપ્રેક્ષક બની ગઈ હતી. ઊંઝા નગરપાલિકામાં ચુંટણીમાં આજે ૮૦ જેટલા ફોર્મ ભરાયા હતા. આજે સવારથી ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે સમુહમાં રેલીઓ કાઢીને આવતાં નગરપાલિકામાં ભારે ભીડ થઈ હતી. નગરપાલિકાની ચુંટણીમાં ૩૬ બેઠકો ઉપર ૩૦૦ કરતાં પણ વધારે ફોર્મનું વિતરણ થયા બાદ અત્યારસુધીમાં ૧૦૦ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેના લીધે પાલિકામાં ભાજપની સામે અપક્ષ મોરચો મેદાને પડયો છે. આજે ભાજપના મેન્ડેટ ધરાવતા તમામ ઉમેદવારોએ ચુંટણી ફોર્મ ભરીને કાર્યવાહી પૂર્ણ કરી છે. જ્યારે મેન્ટેડ નહિ મળતા નારાજ થયેલા ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી કરી ભાજપા સામે બાંયો ચડાવતાં નગરમાં ચુંટણી જંગ જામ્યો છે.

બીજી તરફ ઊંઝા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ખુબ મોળો પ્રતિસાદ સોંપડી રહ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો ઉપર ૪૦ ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો ઉપર અત્યાર સુધીમાં ૧૦ ફોર્મ ભરાયા છે. ઊંઝા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોના ભાજપે જાહેર કરેલી યાદીમાં પાટીદારોનો દબદબો વધુ રહ્યો છે. જોકે તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકોની ચુંટણીમાં હજુ મંદિનો માહોલ રહ્યો છે. જેમાં ઉનાવા-૨ની બેઠક ઉપર હજુ એકપણ ફોર્મ ભરાયું છે. જોકે હજુ ફોર્મ પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે. જોકે ગ્રામ્ય લેવલ કરતાં શહેરી વિસ્તારમાં કહી ખુશી કહી ગામનો માહોલ વધુ જોવા મળી રહ્યો છે. આવતીકાલે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ બાદ ઊંઝા પાલિકાની ચુંટણી મેદાનમાં કેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે તે ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3phXp40

0 Response to "ઊંઝા નગરપાલિકામાં ચુંટણી ફોર્મ ભરવા સમર્થકો સાથે ઉમેદવારોનો રાફડો ફાટયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel