મોરબીમાં કોંગી કાર્યકર પર હુમલાની ઘટનામાં આઠ શખ્સો સામે ફરિયાદ

મોરબીમાં કોંગી કાર્યકર પર હુમલાની ઘટનામાં આઠ શખ્સો સામે ફરિયાદ

- હુમલાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલી કાઢવાનું જાહેર કરાયું પરંતુ તંત્રએ મંજૂરી ન આપતાં રદ, પોલીસના ધાડેધાડાં



મોરબી, તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

મોરબીમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાર્યકરના ઘર પર સોમવારે જીવલેણ હુમલો કરવાના ચકચારી બનાવમાં એ. ડીવીઝન પોલીસ મથકમાં આઠ શખ્સોએ સામે ફરિયાદ નોંધાવાઇ છે. મૌન રેલીનું આયોજન કરાયું પરંતુ તંત્ર દ્વારા મંજૂરી ન અપાઇ હોવાનો આક્ષેપ કરાયો છે. 

મોરબીમાં સોમવારે ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવાસદનમાં વોર્ડ નંબર ૧ ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નંબર ૧ ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ સમાધાન થયું હતું પણ સાંજના સમયે  મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુંભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે સોમવારે સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સમગ્ર પરિવાર તેમજ આસપાસના વિસ્તારને બાનમાં લઈ કાયદો વ્યવસ્થાના જાણે ભય જ ન હોય તે રીતેએ આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર જીવલેણ હુંમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી આ અગે એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

જેમાં કનુંભાઈના ભાઈ હરિભાઈએ એ. ડિવિઝન પોલીસ સમક્ષ મોરબી પાલિકાના વોર્ડ ૧ ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય ૬ જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના ભાઈ કનું ભાઈ ઉર્ફે કર્નલભાઈને સવારે સેવા સદન ખાતે દેવાભાઈ સાથે માથાકુટ થઈ હતી જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ બી.પી. સોનારાએ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબી શહેરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખના ઘર ઉપર ભાજપના ઈશારે હુમલો કરવાની ઘટનાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા મૌન રેલી યોજી વિરોધ કરવા નક્કી કરાયું હતું પરંતુ તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી રેલીને મંજૂરી આપવામાં ન આવતા અંતે આ રેલી રદ્દ કરવામાં આવી હતી. સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે સવારથી નવા બસસ્ટેન્ડ આસપાસ પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસના આગેવાન લલિત કગથરા જણાવ્યું હતું કે તંત્ર અમને મજુરી ન આપતા રેલી રદ કરવામાં આવે છે તો આ અગે અધિક કલેકટર કેતન જોષી જણાવ્યું હતું કે રેલી માટેની ચુંટણી અનુસંધાને મજુરી પ્રોસેસ કરવાની કીધી હતી તે કાર્યવાહીનો કોઇ કાગળ અમારા સુધી પહોંચ્યોે નથી. એ આવે પછી મંજૂરી આપવી કે ન આપવી તેનો નિર્ણય લઇ શકાય.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZtJeON

0 Response to "મોરબીમાં કોંગી કાર્યકર પર હુમલાની ઘટનામાં આઠ શખ્સો સામે ફરિયાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel