ચૂંટણી પૂર્વે ઉના પાલિકાની 36 પૈકી 21 બેઠક ભાજપને બિનહરીફ

ચૂંટણી પૂર્વે ઉના પાલિકાની 36 પૈકી 21 બેઠક ભાજપને બિનહરીફ


ઉના, તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ઉના નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકમાં ૮૪ ઉમેદવારો પૈકી ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછા ખેંચાતા ભાજપ ૨૧ બેઠકો ઉપર બનહરીફ વિજેતા થયું છે. હવે ૧૫ બેઠક ઉપર ૫૧ ઉમેદવારો વચ્ચે જામશે. 

ઉના નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકી સામાન્ય ચૂંટણી જાહેર તતાં ૯૦ ફોર્મ ભરાયા હતા. ચકાસણી વખતે ૬ ઉમેદવારોનો ફોર્મ અમાન્ય રહેતા ૮૪ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. આજે ફોર્મ પાછા ખેંચવાની તારીખે કોંગ્રેસના ૨૦, સમાજવાદી પાર્ટીના ૧, આમઆદમી પાર્ટીના ૯ અને અપક્ષ-૩ મળી કુલ ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચતા ૨૧ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. 

જેમાં બીનહરીફ થયેલ ભાજપના ઉમેદવારોમાં વોર્ડ નં.૧માં અસ્મીતાબેન મહેશભાઈ બાંભણીયા, નિહાદ યુસુફભાઈ બ્લોચ, સોનાબેન રામજીભાઈ વાજા, મોહમદ સહીલ હનીફભાઈ ખાંડણીયા, વોર્ડ ૩માં બીનલબેન શાંતીભાઈ ચૌહાણ, મીનાબેન કેતનભાઈ દેસાઈ, વોર્ડ ૫માં જલ્પાબેન જેન્તીલાલ બાંભણિયા, ઉષાબેન હિતેષભાઈ દુધાત, વિજયભાઈ કાળુભાઈ રાઠોડ, નિલેશભાઈ છગનભાઈ વાજા, વોર્ડ નં.૬માં ચેતનાબે ઘનશ્યામભાઈ જોષી, રસીલાબેન કાનાભાઈ બાંભણિયા, વોર્ડ નં.૭માં અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા, વોર્ડ ૮માં દર્શનાબેન મયંકભાઈ જોષી, સવિતાબેન રમેશભાઈ સોલંકી, ચંદ્રેશકુમાર નવલભાઈ જોષી ઉર્ફે રાધે, મનોજભાઈ છગનભાઈ બાંભણિયા, વોર્ડ ૯માં હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ, ગીરીશભાઈ છગનભાઈ  પરમાર, રાજુભારથી કિશોરભારથી ગોસ્વામી, જયાબેન બાબુભાઈ ડાભી, બિનહરીફ વિજેતા થયા છે. 

હવે વોર્ડ નં.૨માં ૪ બેઠક ઉપર, વોર્ડ નં.૩માં બે બેઠક ઉપર, વોર્ડ નંબર ૪માં ૪ બેઠક ઉપર, વોર્ડ નં.૬માં બે બેઠક, વોર્ડ નં.૭માં ૩ બેઠક ઉપર આમ કુલ ૧૫ બેઠક ઉપર ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસવચ્ચે જંગ જામશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3diEV19

0 Response to "ચૂંટણી પૂર્વે ઉના પાલિકાની 36 પૈકી 21 બેઠક ભાજપને બિનહરીફ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel