રાપર તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

રાપર તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

- જિ.પં.ની બેઠકના પેમ્પલેટ પર કચ્છી મંત્રી વાસણભાઈ આહિરનો ફોટો અને નામ ની બાદબાકી થતા અનેક ગ્રુપોમાં ભાજપના આગેવાનોએ બળાપો કાઢયો 


ભુજ,તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

રાપર તાલુકા પંચાયતની ચોવીસ બેઠકોમાંથી આઠ બેઠકો પર અપક્ષોએ ઝંપલાવ્યું છે અને બાકીની સોળ બેઠક પર ભાજપના ઉમેદવાર અને કોગ્રેસ ના ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામશે અન્ય આઠ બેઠકો પર ભાજપમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી પરંતુ ટિકિટ ન મળતાં તેમણે અન્યના સાથ સહકારથી આઠ બેઠકો પર ઝંપલાવ્યું છે જે ભાજપના મતો તોડવા માટે સમક્ષ છે.

રાપર તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે અનેકના ઓરતાં ભાજપ દ્વારા અધુરા કરી દિધા છે તો આજ સુધી રાપર તાલુકાના રાજકારણમાં ચર્ચા હતી કે ભાજપના કહેવાતા નેતાએ કોગ્રેસ સાથે સેટલમેન્ટ નગરપાલિકાની ચુંટણી દરમિયાન કર્યું હતું તે મુજબ કરશે પરંતુ આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે માત્ર એક જ અપક્ષ ઉમેદવાર આડેસર તાલુકા પંચાયત ની બેઠક માંથી અપક્ષ ઉમેદવાર મુમતાઝ બહેન નુરમામદ હિંગોરજા એ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. 

આમ કોંગ્રેસને હાલ રાપર તાલુકામાં તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા ના સ્વપ્નો સાકાર કરવા માટે જોઇ રહ્યા છે અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર વિજયની આશા કોગ્રેસ સેવી રહી છે તો શું રાપર તાલુકા પંચાયતમાં ભાજપ ફરીથી જીતી સત્તા હાંસલ કરશે કે પછી ભાજપના અંદરો અંદરના ખટરાગથી રાપર તાલુકા પંચાયત ની સતા ગુમાવશે. આગામી દિવસોમાં જેમ જેમ ચુંટણી જંગ જામશે ત્યારે ખબર પડે છે કે ભાજપના ઉમેદવારને બળવાખોર જીતાડવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે કે નહીં તે આગામી દિવસોમાં જોવા મળશે. આજે એક જિલ્લા પંચાયતની બેઠક ના પેમપલેટ પર કચ્છી મંત્રી વાસણભાઈ આહિર નો ફોટો અને નામ ની બાદબાકી થઈ હતી ત્યારે અનેક ગૃપ મા ભાજપ ના આગેવાનો એ બળાપો કાઢયો હતો કે એક માત્ર વાસણભાઈનું નામ અને ફોટો કેમ કમી કર્યો તે પરથી ભાજપના જુથવાદ સામે આવી ગયો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pnbOfz

0 Response to "રાપર તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel