સરદાર પટેલ યુનિવર્સિટીની સેનેટની પેટા ચૂંટણી આગામી માસમાં યોજાશે
આણંદ,તા. 11 ફેબ્રુઆરી 2021, ગુરૂવાર
વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સેનેટ પેટાચૂંટણી-૨૦૨૧ માટે પુરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં કોલેજ ટીચર્સ તથા ફેકલ્ટી ટીચર્સની ખાલી પડેલ બેઠકો માટે આગામી માસમાં ચૂંટણી યોજાનાર હોવાના અહેવાલ સાંપડયા છે. હાલ મતદાર યાદીમાં નોંધણી પ્રક્રિયાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
વધુમાં મળતી માહિતી મુજબ સ.પ.યુનિ. સંલગ્ન કોલેજો પૈકી ૧૧ ટીચર્સ તથા ર્લા કોલેજ, હોમીયોપેથી અને એજ્યુકેશનની ૩ ફેકલ્ટીના ટીચર્સની પેટાચૂંટણી યોજાનાર છે. કોલેજ ટીચર્સ કે ફેકલ્ટી ટીચર્સ નિવૃત્ત થયા હોય, રાજીનામું આપ્યું હોય કે અન્ય સ્થળે નોકરી માટે ગયા હોય તેવા સંજોગોમાં તેઓની ખાલી પડેલ જગ્યાઓ માટે આગામી માસમાં પેટાચૂંટણી યોજાનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ પેટાચૂંટણી માટે મતદાર યાદીમાં નામ નોંધણી માટે વિવિધ કોલેજોમાં ફોર્મ મોકલાયા હતા.
સંપૂર્ણ વિગતો સાથેના ફોર્મ યુનિ. ખાતે જમા થઈ ગયા છે અને યુનિ. દ્વારા મતદાર યાદી પણ તૈયાર કરી દેવાઈ હોવાના અહેવાલ સાંપડયા છે.માર્ચ માસના બીજા સપ્તાહમાં સેનેટની ખાલી પડેલ બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર હોવાની શક્યતા છે ત્યારે ચૂંટણી તારીખના ૨૧ દિવસ અગાઉ આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમાં પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા, ફોર્મ ચકાસણી તેમજ ફોર્મ પરત ખેંચવા સહિતની તારીખો જાહેર કરવામાં આવશે. હાલ તો સ.પ.યુનિ. દ્વારા ફેકલ્ટી ટીચર્સની નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સહિત વિવિધ બી.એડ. કોલેજો તેમજ ફેકલ્ટી ઓફ હોમીયોપેથી તથા ફેકલ્ટી ઓફ ર્લા ના નવા મતદારોનો સમાવેશ થાય છે.
કેટલાક આગેવાનોએ ખાનગી રાહે લોક સંપર્ક શરૂ કર્યો
સરદાર પટેલ યુનિ.ની સીન્ડીકેટનો સમય માર્ચ-૨૦૨૧માં થનાર છે ત્યારે આગામી સમયમાં સીન્ડીકેટની ચૂંટણીને લઈ પણ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. આગામી સમયમાં યોજાનાર સીન્ડીકેટની ચૂંટણી માટે કેટલાક માધાંતાઓએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. સીન્ડીકેટમાં વિદ્યાર્થી પ્રતિનિધિ, આચાર્ય, મેનેજમેન્ટ, અધ્યાપક અને કર્મચારી પ્રતિનિધિઓનો સમાવેશ થતો હોઈ વિવિધ કક્ષા આગેવાનોએ અત્યારથી જ ખાનગીરાહે લોક સંપર્ક શરૂ કરી દીધા હોવાના અહેવાલ સાંપડયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qhwln4
0 Response to "સરદાર પટેલ યુનિવર્સિટીની સેનેટની પેટા ચૂંટણી આગામી માસમાં યોજાશે"
Post a Comment